<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ChatGPT હવે બનશે ‘જીવનરક્ષક’: મુશ્કેલ ક્ષણોમાં તમારા ‘ટ્રસ્ટેડ કોન્ટેક્ટ’ને કરશે જાણ

AI હવે રાખશે તમારી સંભાળ: જો યુઝર પોતાની જાતને નુકસાન પહોંચાડવાની વાત કરશે, તો ChatGPT તરત જ સક્રિય થશે:તમારા વિશ્વાસુ મિત્ર કે પરિવારજનને મોકલશે એલર્ટ: પ્રાઈવસી જાળવીને મદદ પહોંચાડવાનો નવો અભિગમ, જાણો કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં હવે મશીન માત્ર સવાલના જવાબ જ નહીં આપે, પણ તમારી માનસિક સ્થિતિને સમજીને મદદ પણ કરશે. OpenAI એ ChatGPT માટે 'Trusted Contact' ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર ખાસ કરીને એવા સંજોગો માટે છે જ્યારે કોઈ યુઝર અત્યંત તણાવમાં હોય અથવા પોતાની જાતને નુકસાન પહોંચાડવાના વિચારો વ્યક્ત કરે.

કેવી રીતે કામ કરશે આ ફીચર?

  1. સંપર્કની પસંદગી: ૧૮ વર્ષથી વધુ ઉંમરના યુઝર્સ સેટિંગ્સમાં જઈને પોતાના કોઈ એક વિશ્વાસુ વ્યક્તિ (મિત્ર, પરિવાર કે કેરગીવર) નું નામ અને સંપર્ક વિગતો ઉમેરી શકશે.
  2. ઈન્વિટેશન: તમે જેનું નામ આપશો, તેમને એક આમંત્રણ મોકલવામાં આવશે. જો તેઓ એક અઠવાડિયામાં આ સ્વીકારશે, તો જ આ ફીચર એક્ટિવ થશે.
  3. ઓટોમેટેડ ડિટેક્શન: જો ChatGPT ની સિસ્ટમને લાગશે કે યુઝર ગંભીર રીતે સેલ્ફ-હાર્મ (સ્વ-નુકસાન) ની વાતો કરી રહ્યો છે, તો તે પહેલા યુઝરને જાણ કરશે અને મદદ લેવા પ્રોત્સાહિત કરશે.
  4. હ્યુમન રિવ્યુ અને એલર્ટ: ત્યારબાદ, ટ્રેન્ડ નિષ્ણાતોની એક ટીમ આ વાતચીતની ગંભીરતા તપાસશે. જો ખરેખર જોખમ જણાશે, તો તમારા 'ટ્રસ્ટેડ કોન્ટેક્ટ'ને ઈમેલ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા એલર્ટ મોકલવામાં આવશે.

પ્રાઈવસીનું ખાસ ધ્યાન: નોંધનીય છે કે આ એલર્ટમાં તમારી આખી ચેટ કે વિગતો શેર કરવામાં આવશે નહીં. તેમાં માત્ર એટલું જ જણાવાશે કે યુઝરને અત્યારે તમારી જરૂર છે અને તેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આનો મુખ્ય હેતુ યુઝરને રિયલ-વર્લ્ડ સપોર્ટ સાથે જોડવાનો છે.

(5:05 PM IST)