તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 7th July 2026
બાળકોએ સુપરકારને રમતનું મેદાન બનાવ્યુઃ ફેરારી માલિક કોર્ટમાં ગયો
ચીનમાં બાળકોના તોફાનની અનોખી ઘટના : રીપેરિંગના ઓછા બિલ છતાં બાળકોના મા-બાપનો વધુ રકમની ચૂકવણી કરવા નનયો

બૈજિંગ,તા.૦૭: બાળક ઈશ્વરનું સંતાન કહેવાય છે, પરંતુ ઈશ્વરના આ સંતાનની હરકતથી ઘણી વખત શેતાન પણ મોઢામાં આંગળા નાખી જતો હોય છે. ચીનમાં પાંચ કરોડ રૂપિયાની ફરારી સુપર કાર બાળકો માટે જાણે રમકડુ બની ગઈ હતી. તેનો માલિક બહાર ગયો હોવાથી તેઓએ તેના પર સ્ક્રેચ કર્યા, તેના પર રમ્યા, કૂદ્યા અને તેના પર વાંસથી પ્રહાર કરીને તેની સુપર કારને સામાન્ય કાર પણ ન રહેવા દીધી
દક્ષિણ-પヘમિ યુનાન પ્રોવિન્સના, કુનમિગ શહેરમાં ઝિગ નામનો વ્યક્તિ થોડા દિવસ માટે શહેરની બહાર ગયો હતો. આ દરમિયાન તેણે તેની ફરારીને ઘરની બહાર પાર્ક કરી હતી. તેણે પાછા આવીને જોયું તો તેના હોશ ઉડી ગયા. કારની બોડી, બોનેટ, છત, ફેન્ડર, ટેલલાઇટ અને બારી પર મોટાપાયા પર સ્કેચ હતા.
તેણે પડોશીઓને પૂછ્યું તો ખબર પડી કે કેટલાક બાળકો તેની કાર જોડે રમી રહ્યા હતા. તેઓ કાર પર સ્લાઈડિગ કરી રહ્યા હતા અને કૂદી પણ રહ્યા હતા. તેના પછી ઝિગે નજીકનો સીસીટીવી કેમેરા ચેક કર્યો. તેના પરથી ખબર પડી કે ૧૦થી નાની વયના ચાર બાળકોએ તેની સુપરકારને રમતનો સામાન બનાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફૂટેજમાં બાળકો કાર પર ચઢતા, લપસણી ખાતા જોવાયા. આ બાળકોએ કારના બોનેટ પર કૂદકા માર્યા અને વાંસની ડાંડીથી વાર પણ કર્યા. તેમની આ મસ્તીએ કરોડોની સુપર કારને નુકસાન પહોંચાડ્યું.
ફેરારીના માલિકે આ બાળકોના કુટુંબની સ્થિતિ પણ સમજી. તેણે તેની ફેરારીને અધિકૃત સેન્ટર પર નહી પરંતુ લોકલ વર્કશોપમા રિપેર કરાવી, જેથી તેનો ખર્ચ ઓછો આવે અને બાળકોના માબાપે ઓછી રકમ ખર્ચવી પડે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
