તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
ટોઇલેટમાં તમે કેટલા સમયથી બેઠા છો એ બહાર ઇન્ડિકેટરમાં દેખાય છે ચીનમાં
કેટલીક કંપનીઓએ ટોઇલેટની બહાર ઇન્ડિકેટર્સ વાપરવાનું શરૂ કર્યું છે

બીજીંગ તા.૧૨: ટોઇલેટની સફાઈની બાબતમાં જપાન અત્યાધુનિક છે. જેવા તમે કમોડ પરથી ઊભા થાઓ અને ઉપરનું ઢાંકણું બંધ કરો એટલે આપમેળે બધું સાફ થઈ જાય અને ગરમ વરાળથી જર્મ-ફ્રી પણ થઈ જાય. ચીન પણ હાઈ-ટેક ટોઇલેટ્સ બનાવવાની રેસમાં લાગ્યું છે. જોકે અહીં કેટલીક કંપનીઓએ ટોઇલેટની બહાર ઇન્ડિકેટર્સ વાપરવાનું શરૂ કર્યું છે. મોટી સંખ્યામાં કર્મચારી ધરાવતી કંપનીઓ અને ફેક્ટરીઓમાં કેટલાક લોકો જરૂર કરતાં લાંબો સમય ટોઇલેટમાં ગાળતા હોવાથી ચીને આવાં ઇન્ડિકેટર્સ કાઢ્યાં છે. જેવું તમે ટોઇલેટનું બારણું લોક કરો ત્યારથી સેકન્ડ્સ કાઉન્ટ થવા લાગે. તમે અંદર કેટલા સમયથી છો એ બહાર ઊભેલી વ્યક્તિને ખબર પડે. કંપનીઓની જેમ હવે જાહેર શૌચાલયોમાં પણ હવે આ ઇન્ડિકેટર્સ મુકાઈ રહ્યાં છે. આવું કરવા પાછળનું કારણ એવું અપાઈ રહ્યું છે કે જો પબ્લિક ટોઇલેટમાં વેઇટિગ હોય તો લોકોને કયું ટોઇલેટ પહેલાં ખાલી થઈ શકે એમ છે એ સમજવામાં મદદ થશે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
