તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ચીને રચ્યો ઇતિહાસ: ‘કૃત્રિમ સૂર્ય’ પ્રોજેક્ટ માટે ૫૮૨ ટન વજન ધરાવતું વિશ્વનું સૌથી મોટું ચુંબક તૈયાર કર્યું
અણુ સંકલન (ન્યુક્લિયર ફ્યુઝન) ઊર્જા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સફળતા: અસીમિત અને સ્વચ્છ ઊર્જા મેળવવાની દિશામાં ચીનનો મોટો ધમાકો

નવી દિલ્હી: વિજ્ઞાન અને ઊર્જા ક્ષેત્રે ચીને એક વિરાટ સિદ્ધિ હાંસલ કરતાં વિશ્વનું સૌથી મોટું અને અત્યંત શક્તિશાળી મેગ્નેટ (ચુંબક) તૈયાર કર્યું છે; આ મહાકાય ચુંબકનું કુલ વજન આશરે ૫૮૨ ટન જેટલું છે, જેનો ઉપયોગ ચીનના અતિ મહત્ત્વાકાંક્ષી ‘કૃત્રિમ સૂર્ય’ (Artificial Sun) એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર પ્રોજેક્ટ માટે કરવામાં આવશે; વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, અત્યંત તીવ્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતું આ મેગ્નેટ રિએક્ટરની અંદર અતિશય ઊંચા તાપમાને રહેલા પ્લાઝમાને એક જગ્યાએ નિયંત્રિત રાખવામાં મદદ કરશે; સૂર્યની જેમ જ અણુ સંકલન પ્રક્રિયા દ્વારા પૃથ્વી પર પુષ્કળ અને પ્રદૂષણમુક્ત સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં ચીનની આ શોધને મહત્ત્વનો માઇલસ્ટોન માનવામાં આવી રહી છે.
આ મહાકાય ચુંબકનું નિર્માણ એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન અને નવીનતાનું એક અજોડ ઉદાહરણ છે. આ પ્રોજેક્ટના વિકાસ દરમિયાન ચીનના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ કુલ 47 નવી પેટન્ટ્સ મેળવી છે, જે આ ટેકનોલોજીની વૈજ્ઞાનિક વિશિષ્ટતા દર્શાવે છે. આ ઉપરાંત, આ ચુંબકના નિર્માણ અને ગુણવત્તાના પરિમાણોએ રિયલ એસ્ટેટ અને ન્યુક્લિયર સેક્ટરમાં કુલ 25 નવા ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ એટલે કે ઔદ્યોગિક માપદંડો સ્થાપિત કર્યા છે, જે વૈશ્વિક સ્તરે સાયન્સ કમ્યુનિટી માટે નવો બેન્ચમાર્ક છે.
ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સીસના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા ફિઝિક્સના અદ્યતન સંશોધકો દ્વારા આ સુપરકન્ડક્ટિંગ મેગ્નેટ વિકસાવવામાં આવ્યું છે. આ ચુંબકને કાર્યરત કરવા માટે તેને માઇન્સ તાપમાનમાં એટલે કે શૂન્ય કરતાં પણ સેંકડો ડિગ્રી નીચેના અત્યંત ઠંડા તાપમાને રાખવું પડે છે, જેથી તે સુપરકન્ડક્ટિવિટીની સ્થિતિ પ્રાપ્ત કરી શકે. આ સ્થિતિમાં, આ 582 ટનનું મહાકાય ચુંબક પૃથ્વીના કુદરતી ચુંબકીય ક્ષેત્ર કરતાં આશરે 100,000 ગણું વધુ શક્તિશાળી ચુંબકીય બળ પેદા કરી શકે છે.
ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા દરમિયાન રિએક્ટરની અંદર 150 મિલિયન (15 કરોડ) ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ તાપમાન પેદા થાય છે. આ તાપમાન અસલી સૂર્યના કેન્દ્રના તાપમાન કરતાં પણ 10 ગણું વધારે છે. પૃથ્વી પર ઉપલબ્ધ કોઈ પણ ભૌતિક ધાતુ આ પ્રચંડ તાપમાનમાં તાત્કાલિક પીગળી જાય છે. આ તાપમાનને કાબૂમાં રાખવા માટે વૈજ્ઞાનિકો ગણતરીની સેકન્ડ્સની ચોકસાઈ પર કામ કરે છે. આ નવું ચુંબક રિએક્ટરની અંદર પેદા થતા અતિશય ગરમ પ્લાઝમાને એક શક્તિશાળી અદ્રશ્ય ચુંબકીય કવચ દ્વારા હવામાં જ એક જગ્યાએ જકડી રાખશે, જેથી પ્લાઝમા રિએક્ટરની દિવાલોને અડી ન શકે અને ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા સુરક્ષિત રીતે સેકન્ડ દર સેકન્ડ સતત ચાલુ રાખી શકાય.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
