તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
અંતરિક્ષ ક્ષેત્રે સ્પેસએક્સને ચીનનો મોટો પડકાર: અંતરિક્ષમાંથી સીધું જ પૃથ્વી પર સુરક્ષિત ઉતર્યું ચાઈનીઝ રોકેટ: સ્પેસ મિશનના ખર્ચમાં થશે કરોડોનો ઘટાડો
ઓર્બિટલ સ્પીડમાંથી વાતાવરણમાં પુનઃપ્રવેશ:ગ્રીડ ફિન્સ અને સુપરસોનિક થ્રસ્ટર્સનો ઉપયોગ: વૈશ્વિક સ્પેસ માર્કેટમાં ચીનનું કદ વધ્યું

નવી દિલ્હી: ચીનના એરોસ્પેસ વૈજ્ઞાનિકોએ સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. લોન્ચિંગના થોડા જ સમયમાં સેટેલાઇટને તેની ચોક્કસ ભ્રમણકક્ષા (Orbit) માં મૂક્યા બાદ, રોકેટનો મુખ્ય બૂસ્ટર સ્ટેજ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં પાછો ફર્યો હતો. વાતાવરણના પ્રચંડ ઘર્ષણ અને ગરમીનો સામનો કરીને, રોકેટે તેની દિશા નિયંત્રિત કરવા માટે સ્પેશિયલ 'ગ્રીડ ફિન્સ' (Grid Fins) નો ઉપયોગ કર્યો હતો અને જમીન પર બનેલા લેન્ડિંગ પેડ પર ખૂબ જ સચોટતાથી વર્ટિકલ લેન્ડિંગ કર્યું હતું.
રિયુઝેબલ રોકેટનો અર્થ એવો થાય કે મોંઘા બૂસ્ટરને દરેક વખતે બનાવવાને બદલે તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય. તેનાથી વારંવાર બૂસ્ટર રોકેટ બનાવવાની જરૂર પડતી નથી ને વળી લોંચની કોસ્ટ પણ ઓછી થઈ જાય છે. આવું દુનિયામાં અત્યાર સુધી એકેય રોકેટની બાબતમાં બન્યું નથી, પરંતુ ચીને લોંગ માર્ચ-૧૦એ નામનું રોકેટ ફરીથી રિકવર કરીને ઈતિહાસ રચ્યો છે. સ્પેસ ટેકનોલોજીની વાત આવશે ત્યારે હવે આ રોકેટનો પણ ઉલ્લેખ થશે. સ્પેસમાં વર્ષોથી આગળ પડતું નામ ધરાવતા અમેરિકા કે રશિયા જેવા દેશો પણ આ ટેકનોલોજી વિકસાવી શક્યા નથી.
ચીને પ્રથમ તબક્કાના પરીક્ષણમાં આ રોકેટ સંપૂર્ણ રીતે રિકવર કર્યું છે. એટલે કે રોકેટથી લોંચ થયા બાદ પહેલું સ્ટેજ અને બીજું સ્ટેજ અલગ થયા પછી બૂસ્ટર રોકેટ નિયંત્રિત રીતે સમુદ્રમાં બનાવેલા રિકવરી પ્લેટફોર્મમાં આવી ગયું હતું.
ચીન આ રોકેટથી ચંદ્ર પર પહોંચવા માંગે છે. તેના ભાગરૂપે લોચિંગ કોસ્ટ ઘટાડવા ચીને રિયુઝેબલ રોકેટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. એમાં આ પહેલી સફળતા મળી હોવાનું ચીનના સાયન્ટિસ્ટ્સે જણાવ્યું હતું. ચીનના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશને જણાવ્યું હતું કે આ રોકેટે ઉડાન ભર્યા પછી લગભગ છ મિનિટે પહેલું અને બીજું સ્ટેજ પાર થયું હતું. એ પછી બૂસ્ટર નિયંત્રિત રીતે નીચે આવી ગયું હતું.
સ્પેસએક્સ જેવી કંપનીઓ ડ્રોન શિપનો ઉપયોગ કરે છે. પરંતુ ચીને નેટ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. તેનાથી રોકેટને ખૂબ જ ઓછું નુકસાન થાય છે. ડ્રોન શિપમાં રોકેટ આવે ત્યારે તેના કેટલાક ભાગોને નુકસાન થાય છે. જ્યારે નેટ પદ્ધતિથી રિકવરી આસાન થઈ જાય છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
