તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 28th September 2026
અમેરિકામાં રહેતી ચીની બિઝનેસ વુમન ૪ મહિનાના દીકરાને સુવડાવવા હનુમાન ચાલીસા સંભળાવે છે

બીજીંગ તા.૨૮: નેટફિલક્સ પર પ્રસારિત થતા ‘માઇન્ડ યોર મેનર્સ' નામના શોની હોસ્ટ સારા જેન હો ઇન્ટિમેટ કેર સોલ્યુશન્સ આપતી કંપનીની કો-ફાઉન્ડર પણ છે. કેલિફોર્નિયાના સૌથી મોટા શહેર લોસ ઍન્જલસમાં રહેતી સારાએ તાજેતરમાં પોતાના દીકરાને સુવડાવવાની ટ્રિક શેર કરી હતી. તે કહે છે, ‘જ્યારે પણ મારો દીકરો ચીડચીડિયો થઈ જાય, રડારોળ કરે કે પછી ઉધામા કરે તો હું હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરી દઉં છું.
એ સાંભળીને દીકરો તરત શાંત થઈ જાય છે અને બે જ મિનિટમાં સૂઈ પણ જાય છે.'
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
