<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

લક્‍ઝરી રેસ્‍ટોરાંમાં માત્ર કેક કાપવાનો ખર્ચ થયો ૧૦,૬૫૦ રૂપિયા

એક વ્‍યક્‍તિને માત્ર સર્વ કરવા માટે વ્‍યક્‍તિદીઠ લગભગ ૯૭૦ રૂપિયા ચાર્જ લેવામાં આવ્‍યો

કેલિફોર્નિયા તા.૨૨: આજકાલ હવે ડિઝાઇનર કેક જ દસ-બાર હજાર રૂપિયાની આવે એવું શક્‍ય છે, પરંતુ તમે કેકનો ઑર્ડર કર્યો જ ન હોય પણ માત્ર બીજેથી મગાવેલી કેક કાપીને રેસ્‍ટોરાંમાં સેલિબ્રેટ કર્યું હોય અને રેસ્‍ટોરાંવાળો તમારી પાસે કેક-કટિગ ચાર્જ માગે તો? આવું જ બન્‍યું હતું જસ્‍ટિન નામની અમેરિકાની સોશ્‍યલ મીડિયા ઇન્‍ફલુઅન્‍સર સાથે. જસ્‍ટિન ૧૦ દોસ્‍તો સાથે કેલિફોર્નિયાની પોઝા નામની એક રૂફટોપ રેસ્‍ટોરાંમાં ડિનર માટે ગઈ હતી. તેના બર્થ-ડે માટે દોસ્‍તો બહારથી એક મસ્‍ત કેક લઈને આવ્‍યા હતા. બધાએ કેક કાપીને પછી ડિનર લીધું અને છેલ્‍લે આવ્‍યું બિલ. બિલમાં જોયું તો કેક કાપવાની ફી તરીકે ૧૧૦ ડોલર એટલે કે લગભગ ૧૦,૬૫૦ રૂપિયા અલગથી જોડવામાં આવ્‍યા હતા. આ ચાર્જ ૧૧ જણને કેક સર્વ કરવામાં આવી એના માટે લગાવવામાં આવ્‍યો હતો. મતલબ કે તમે લાવેલી કેક એક વ્‍યક્‍તિને માત્ર સર્વ કરવા માટે વ્‍યક્‍તિદીઠ લગભગ ૯૭૦ રૂપિયા ચાર્જ લેવામાં આવ્‍યો. જસ્‍ટિનબહેન રહ્યાં ઇન્‍ફલુઅન્‍સર, તેમણે સોશ્‍યલ મીડિયા પર પોતાની આ કહાણી શેર કરી. વાત વાઇરલ થઈ ગઈ અને રેસ્‍ટોરાંને જવાબ આપવો ભારે પડી ગયો. રેસ્‍ટોરાંએ સફાઈ આપી કે તેમને ત્‍યાં પોલિસી છે કે બહારથી લાવવામાં આવેલી ચીજને સર્વ કરવા માટે પહેલેથી જ ચાર્જિસ નક્કી છે. જોકે રેસ્‍ટોરાંએ એ પણ સ્‍વીકાર્યું કે આ ચાર્જિસ વિશે ગ્રાહકોને સ્‍પષ્ટ જાણકારી આપવામાં નહોતી આવી. સોશ્‍યલ મીડિયાનો પાવર એટલો કે રેસ્‍ટોરાંએ એ રકમ રીફન્‍ડ કરીને આપી. 

(3:55 PM IST)