<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

મિડલ ઈસ્ટની રાજનીતિમાં ખતરનાક ભૂકંપ: ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂ અને ગાદી આઈઝનકોટ વચ્ચે સત્તા માટે ખુંવાર જંગ: બંને પક્ષો બહુમતીથી જોસોબંધ દૂર રહેતા મોટો ધડાકો

સિંહાસન મેળવવાની આ અતિ-સંવેદનશીલ રમત અને હાઈ-વોલ્ટેજ ડ્રામાથી ઈઝરાયલના રાજકીય ગલિયારામાં મચી ગયો ભયાનક હહાકાર: દુનિયાભરના રાજકીય પંડિતોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:યુદ્ધના મેદાનમાં સતત ઘમસાણ મચાવતા મિડલ ઈસ્ટના સૌથી શક્તિશાળી દેશ ઈઝરાયલમાંથી એક અત્યંત ચોંકાવનારી, સનસનાટીભરી અને મોટા રાજકીય ધડાકા સમાન ખબર સામે આવી છે. ઈઝરાયલની સત્તાની તાજપોશી માટે દેશના દિગ્ગજ નેતા અને લાંબા સમયથી સત્તા પર રહેલા બેન્જામિન નેતન્યાહૂ તથા તેમના હરીફ ગેડી આઈઝનકોટ વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે. સૌથી મોટો અને ખૌફનાક ખુલાસો એ છે કે તાજેતરના રાજકીય સમીકરણો અને આંકડાઓ જોતા સત્તા મેળવવા માટે જરૂરી જાદુઈ બહુમતીનો આંકડો આ બંનેમાંથી કોઈ પણ પક્ષ સ્પર્શી શક્યો નથી અને બંને પક્ષો બહુમતીથી હાંસિયામાં દૂર ધકેલાઈ ગયા છે.
120 સભ્યોની સંસદ (નેસેટ - Knesset)માં સરકાર બનાવવા માટે જરૂરી 61 સીટની બહુમતી હાલમાં કોઈ પણ જૂથને મળતી દેખાતી નથી. 41.9% મતોની ગણતરી બાદ પ્રાપ્ત થયેલાં અંશતઃ પરિણામો અનુસાર નેતાન્યાહૂના ગઠબંધનને 57 સીટ અને વિપક્ષી ગઠબંધનને 47 સીટ મળતી દેખાય છે, જ્યારે મુખ્યત્વે અરબ પક્ષો પાસે 16 સીટ છે. ગણતરી હજુ ચાલુ હોવાથી આ આંકડા બદલાઈ શકે છે.
એક્ઝિટ પોલમાં અરબ નેતૃત્વ ધરાવતા પક્ષોને 18થી 19 બેઠકો મળવાનું અનુમાન છે, જેના કારણે સરકાર રચવાની વાટાઘાટોમાં તેમની ભૂમિકા ચાવીરૂપ બની શકે છે. જોકે, નેતાન્યાહૂ અને આઇઝનકોટ બંનેએ આ પક્ષોના સમર્થનથી સરકાર રચવા સામે આશંકા વ્યક્ત કરી છે. નેતાન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અરબ પક્ષો પર નિર્ભર રહેતી સરકારના વિરોધમાં છે.
બીજી તરફ, આઇઝનકોટ કેટલીક શરતો સાથે તેમની સાથે કામ કરવાના સંકેત આપ્યા છે, જેનાથી વિપક્ષના અન્ય સહયોગીઓ સાથે સમજૂતી કરવામાં મુશ્કેલી પડી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે જો નેતાઓ પોતાની શરતોમાં છૂટછાટ નહીં આપે, તો દેશમાં આગામી કેટલાક મહિનામાં ફરીથી ચૂંટણી યોજાય તેવી શક્યતા વધી જશે.
આ ચૂંટણી 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા અને ત્યારપછી થયેલી યુદ્ધની સ્થિતિના પૃષ્ઠભૂમિમાં યોજાઈ હતી. વિપક્ષે સુરક્ષા ક્ષેત્રે થયેલી નિષ્ફળતા માટે નેતાન્યાહૂ સરકારની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી, જ્યારે નેતાન્યાહૂના સમર્થકોએ યુદ્ધ દરમિયાન લેવાયેલા કડક નિર્ણયોનો બચાવ કર્યો હતો. આ ઉપરાંત, અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદી પુરુષોને સૈન્ય સેવામાંથી મળતી મુક્તિ પણ ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. આ ચૂંટણીમાં 1999 પછીનું સૌથી વધુ એટલે કે 77.7% રેકોર્ડ મતદાન નોંધાયું હતું, જે 2022ની ચૂંટણી કરતાં લગભગ 7% વધારે છે.

 

(5:37 PM IST)