તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં ‘મૃત્યુનો વિસ્ફોટ’: ૨૧ જીવતા ભૂંજાયા, ૬૦થી વધુની હાલત ગંભીર
ભયાનક આગે સર્જ્યો રશિયા-જાપાન જેવો ‘ભૂકંપ’: આખું શહેર ધણધણી ઉઠ્યું:ચારેતરફ લાશોના ઢગલા અને ચીસિયારીઓ: ધડાકા એટલા પ્રચંડ હતા કે કિલોમીટર સુધી બારીઓના કાચ ફૂટી ગયા:બાજુના રહેણાંક વિસ્તારો ખાલી કરાવાયા! શું સુરક્ષાના નિયમો નેવે મૂકાયા હતા? હોસ્પિટલોમાં ઘાયલોની કતાર

નવી દિલ્હી: ચીનના એક મોટા ઓદ્યોગિક વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા રણસંગ્રામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ગણતરીની મિનિટોમાં આખી ફેક્ટરી રાખના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૬૦થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે ખસેડાયા છે.
મધ્ય ચીન સ્થિત આ લી-યુ-યાંગ શહેરમાં આવેલી આ હ્યુ-યા-શેંગ ફાયર વર્કસ મેન્યુફેકચરીંગ એન્ડ ડીસપ્લે કંપની ફટાકડા બનાવનાર મોટી કંપનીઓ પૈકીની એક છે. તેના ગોડાઉનના બે ખંડોમાં અત્યારે ફટાકડા બનાવવા માટેનો કાચો-દારૂગોળો પડેલો છે. પરંતુ સદનસીબે તે ખંડો સુધી આગ પ્રસરી ન હતી.
આ માહિતી આપતા ચીનની સત્તાવાર સરકારી સમાચાર સંસ્થા શીન-હુઆ જણાવે છે કે, આ વિસ્ફોટ પછી ધૂમાડાના ગોટા ઉડતા દૂર દૂર સુધી દેખાતા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે આજુબાજુનાં ગામોનાં મકાનોનાં બારી-બારણાનાં કાચ પણ તૂટી ગયા હતા.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
