<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

નેપાળમાં હવામાં ‘મોત’ તાંડવ મચાવ્યું: લેન્ડિંગ સમયે જ વિમાનના ટાયરમાં ભીષણ આગ, ૨૮૯ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

રનવે પર ‘અગ્નિ પરીક્ષા’: વિમાનના ટાયરમાંથી અચાનક આગના ગોટા નીકળતા ફફડાટ:પાયલોટની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી:મુસાફરોમાં ચીસાચીસ, એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર:સદનસીબે તમામનો આબાદ બચાવ

નવી દિલ્હી: નેપાળના આકાશમાં આજે ફરી એકવાર મોટી વિમાન દુર્ઘટના ટળી છે. કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે જ એક વિમાનના ટાયરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. વિમાનમાં સવાર ૨૮૯ મુસાફરોના જીવ જોખમમાં મુકાતા દરેકના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ફાયર ફાઈટરો અને એરપોર્ટ સ્ટાફની ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત નિવારી શકાઈ છે.
મળતી માહિતી મુજબ, ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ TK 726 ઈસ્તાંબુલથી કાઠમંડુ આવી રહી હતી. જ્યારે વિમાન રનવે પર લેન્ડ કરી રહ્યું હતું ત્યારે તેના જમણી બાજુના લેન્ડિંગ ગિયર (ટાયર) માં આગ લાગી હતી અને જોતજોતામાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. એરપોર્ટ સુરક્ષાના એસપી રાજકુમાર સિલાવલે પુષ્ટિ કરી છે કે ફાયર એન્જિનની મદદથી આગને બુઝાવી દેવામાં આવી છે.
આ વિમાનમાં કુલ 278 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ મળી કુલ 289 લોકો સવાર હતા. ખાસ વાત એ છે કે મુસાફરોમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા. વિમાનના ઈમરજન્સી દરવાજા ખોલીને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

 

(6:33 PM IST)