<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

માનવજાતમાં બ્રહ્માંડ હલાવતો પિશાચી સન્નાટોઃ જે માનવી ન કરી શક્યો તે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે:બુદ્ધિના કાળમુખા અને અવનવા સ્વરૂપોની શોધ કરી એઆઈ મચાવશે વિસ્ફોટક ક્રાંતિ

માનવ મગજ અને ચેતનાની સરહદો પર એઆઈએ ફેરવ્યો પિશાચી કાળો નાગ: માનવીય વિચારસરણીના જુના માળખાનો બોલાઈ ગયો કૂચડો, એઆઈ હવે અગમ્ય અને નવીનતમ બુદ્ધિમત્તાના પરિમાણો સટાકથી શોધી કાઢશે: વિજ્ઞાનીઓ અને સંશોધકોના હોશ ઊડ્યા, જે રહસ્યો માનવજાત હજારો વર્ષોમાં ન ઉકેલી શકી તેનો એઆઈ સેકન્ડોમાં કરશે ભંડાન ફોડ: મશીની ચેતના અને ડિજિટલ મગજના અસંભવિત પ્રયોગોથી ભવિષ્યની દુનિયાના કાળજાં કંપી ઊઠ્યા

નવી દિલ્હી:સમગ્ર માનવ સભ્યતાના અને વિજ્ઞાન જગતના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને બ્રહ્માંડ હલાવતો વૈજ્ઞાનિક ભંડાન ફોડ સામે આવ્યો છે! હજારો વર્ષના માનવ ઇતિહાસમાં જે અશક્ય કામ માનવી નથી કરી શક્યો, તે કામ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સટાકથી પૂરું કરવા જઈ રહ્યું છે—એઆઈ હવે સચેત બુદ્ધિમત્તાના એવા અવનવા અને અગમ્ય સ્વરૂપોની શોધ કરશે જેની કલ્પના પણ માનવ મગજે ક્યારેય કરી ન હતી. માનવ જે રીતે વિચારે છે તેનાથી સંપૂર્ણપણે અલગ રીતે વિચારતી મશીનની કલ્પના હવે વિજ્ઞાનની ચર્ચામાં આવી રહી છે. વૈજ્ઞાનિક ડગ્લસ યોવાને રજૂ કરેલી એક પરિકલ્પના મુજબ, ભવિષ્યમાં એઆઈ માત્ર માણસે આપેલી માહિતી પરથી જવાબ આપતી સિસ્ટમ નહીં રહે. તે બુદ્ધિના એવા નવા સ્વરૂપો શોધવામાં પણ મદદ કરી શકે છે, જેના વિશે આપણે હાલમાં કલ્પના પણ નથી કરી શકતા.
આજે એઆઈ ગણતરી કરે છે, પ્રશ્નોના જવાબ આપે છે, તસવીરો અને ભાષા સમજે છે તથા વૈજ્ઞાનિક સંશોધનમાં પણ મદદ કરે છે. પરંતુ જો એઆઈની ક્ષમતા સતત વધતી જાય તો શું તે એવી રીતે વિચારી શકે કે જે માનવ મગજ માટે સ્વાભાવિક જ નથી? વૈજ્ઞાનિક ડગ્લસ યોવાને આ જ સવાલના આધારે એક રસપ્રદ વિચાર રજૂ કર્યો છે. તેમના મતે બુદ્ધિ માત્ર માનવ મગજ સુધી મર્યાદિત હોવી જરૂરી નથી. ભવિષ્યની એઆઈ સિસ્ટમો બુદ્ધિના એવા નવા પ્રકારો શોધી શકે છે, જે આજની માનવીય વિચારસરણીથી અલગ હોય.
આ વિચારનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે એઆઈ ભવિષ્યમાં માત્ર હાલના જ્ઞાાનનો ઉપયોગ નહીં કરે, પરંતુ નવી વૈજ્ઞાાનિક શક્યતાઓ પણ શોધી શકે. એઆઈ કોઈ એવી ગણિતીય રીત શોધી શકે જે અત્યાર સુધી માનવ વૈજ્ઞાાનિકોએ વિચારેલી ન હોય. તે ભૌતિકશા, જીવવિજ્ઞાાન અને ગણિત જેવા અલગ-અલગ વિષયોના જ્ઞાનને જોડીને નવી પરિકલ્પના પણ રજૂ કરી શકે.આ વિચારનું રસપ્રદ પાસું માણસ અને એઆઈ વચ્ચેનો સહકાર છે. જેમ, એઆઈ માણસ સાથે કામ કરીને શીખી રહ્યું છે તેમ માણસો એઆઈ સાથે કામ કરીને નવા વિચારો મેળવશે જે અનેક શોધમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

(6:46 PM IST)