તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
તાનાશાહ કિમ જોંગનો ફરી ‘મિસાઈલ’ ધડાકો: ઉત્તર કોરિયાએ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલો છોડતા જાપાન-કોરિયામાં હાઈ એલર્ટ
દુનિયામાં યુદ્ધના વાદળો વચ્ચે ઉત્તર કોરિયાએ બતાવ્યા તેવર: ઓછા અંતરની મિસાઈલો છોડી સૈન્ય તાકાતનું પ્રદર્શન કર્યું: અમેરિકાના નાક નીચે કિમ જોંગનો નવો પડકાર:પેસિફિક વિસ્તારમાં તણાવ ચરમસીમાએ

નવી દિલ્હી: દુનિયા હજુ મધ્ય પૂર્વના તણાવમાંથી બહાર આવી નથી ત્યાં પૂર્વ એશિયામાં ઉત્તર કોરિયાએ ફરી એકવાર ખળભળાટ મચાવ્યો છે. તાનાશાહ કિમ જોંગ ઉનના આદેશથી ઉત્તર કોરિયાએ આજે તેના પૂર્વ સમુદ્રમાં એક પછી એક અનેક ઓછા અંતરની બેલેસ્ટિક મિસાઈલો છોડીને દુનિયાને ચોંકાવી દીધી છે. દક્ષિણ કોરિયાના સૈન્યના જણાવ્યા મુજબ, આ મિસાઈલોએ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને સમુદ્રમાં પૂર્વ નિર્ધારિત લક્ષ્ય પર ત્રાટકી હતી.
જાપાન અને દક્ષિણ કોરિયાએ આ મિસાઈલ પરીક્ષણને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવીને તેની સખત શબ્દોમાં નિંદા કરી છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલી સંયુક્ત લશ્કરી કવાયતથી રોષે ભરાયેલા કિમ જોંગે આ મિસાઈલો છોડી હોવાનું માનવામાં આવે છે. વિશ્લેષકોનું કહેવું છે કે કિમ જોંગ ઉન આ રીતે અમેરિકા પર દબાણ બનાવી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં ઝૂકવા તૈયાર નથી. આ ઘટના બાદ જાપાન સાગરમાં તણાવ વધ્યો છે અને અમેરિકી દળોએ પણ નજર રાખવાનું શરૂ કર્યું છે.
જાપાનની સરકારનાં જણાવ્યા અનુસાર આ મિસાઇલો ઉત્તર કોરિયાનાં પૂર્વ તટીય શહેર સિનપોથી લોન્ચ કરવામાં આવી હતી. તકાઇચીએ જાતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોકોને સમગ્ર માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે સવારે લગભગ ૬ કલાકે આ મિસાઇલ છોડવામાં આવી હતી અને જાપાનની સમુદ્ર સીમા (ઇઇઝી)ની બહાર જઇને પડી હતી. જો કે મિસાઇલની સરહદની બહાર પડી હતી પણ જે રીતે મિસાઇલ છોડવામાં આવી હતી તેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઇ છે.મિસાઇલ લોન્ચનાં સમાચાર મળતા જ જાપાનની સરકારે હાઇ લેવલનાં સુરક્ષા નિયમો અમલમાં મૂકી દીધા છે. વડાપ્રધાન કાર્યાલયમાં વિના વિલંબે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
