<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી

ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:યુરોપના વિકસિત દેશોમાંથી સ્માર્ટ ટેકનોલોજી અને ઈન્ટરનેટ સાયબર સિક્યોરિટીની પોલ ખોલતો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! યુરોપના દેશોમાં લોકોના ઘરોમાં વપરાતા હાઇ-ટેક અને ઇન્ટરનેટથી કનેક્ટેડ 'સ્માર્ટ ફ્રિજ' ને શાતિર હેકર્સે પોતાનો શિકાર બનાવ્યા છે.

સ્વીડનની કૂપ કંપનીએ મીડિયાને જણાવ્યું હતું કે અમારા છ સ્ટોર પર આ અસર જોવા મળી હતી, કંપનીઓએ જણાવ્યું હતું કે રાત્રીના સમયે અચાનક જ તમામ ફ્રીઝરના તાપમાનમાં મોટો ફેરફાર થયો હતો, અને ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ પહેલા પણ ફ્રાન્સમાં આ જ પ્રકારના હુમલા થઇ ચુક્યા છે જેમાં અનેક સુપરમાર્કેટના હજારો ફ્રિજને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફ્રિજ પર સામૂહિક સાઇબર હુમલાની આ બીજી ઘટના છે.
સોમવારે બેલ્જિયમ, લક્ઝમબર્ગમાં સુપરમાર્કેટ ચલાવનારી કંપનીઓ અહોલ્ડ ડેલાઇઝ અને કોલરૂઇટે જણાવ્યું હતું કે રાત્રીના સમયે કંપનીની કૂલિંગ સિસ્ટમ પર સાઇબર હુમલો કરવામાં આવ્યો હતો. અચાનક જ તાપમાનમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. બેલ્જિયમન રેફ્રિજરેશન કંપની સબકોબેલેના સાઇઓએ જણાવ્યું હતું કે આ એક સાઇબર હુમલો હતો, અમારી કૂલિંગ યુનિટના ઇવેપોરેટરને ડીફ્રાસ્ટ મોડમાં નાખી દેવામાં આવ્યું હતું, જેને કારણે કૂલિંગ સિસ્ટમ જ ઠપ થઇ ગઇ હતી અને તાપમાન વધી ગયું હતું. કંપનીઓના જણાવ્યા મુજબ એક સાથે અનેક ફ્રિજનું તાપમાન વધી જતા મોટું નુકસાન પણ થયું છે.

(5:49 PM IST)