તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
તાઈવાન સરહદે ડ્રેગનનો પ્રચંડ સૈન્ય વિસ્ફોટ: ચીની નૌસેનાના ઘાતક યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ્સે આખા ટાપુ દેશને ચારેય તરફથી ઘેરતા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા: અમેરિકાની ચેતવણીને ફગાવી ચીને આક્રમક કિલ્લાબંધી કરતા એશિયા-પેસિફિક રીજનમાં યુદ્ધનો પારો સાતમા આસમાને
ચીની વાયુસેનાના એરક્રાફ્ટે તાઈવાનની ડિફેન્સ લાઇન ઓળંગી આકાશમાં મચાવ્યો ભારે ગભરાટ: દરિયામાં મિસાઈલ બોટ્સ તૈનાત: માનસિક દબાણ વધારી તાઈવાન પર સંપૂર્ણ કબજો મેળવવાના બદઈરાદા સાથે ચીની લશ્કરે શરૂ કરી અત્યાર સુધીની સૌથી મોટી કવાયત

નવી દિલ્હી: વૈશ્વિક મહાસત્તા બનવાની ઘેલછામાં અંધ બનેલા ચીને એશિયા-પેસિફિક ક્ષેત્રની શાંતિ જોખમાવીને તાઈવાનની આસપાસ ફરી એકવાર પ્રચંડ કિલ્લાબંધી કરી તેને યુદ્ધ જહાજો તેમજ વિનાશક યુદ્ધવિમાનોના તોતિંગ કાફલાથી ઘેરી લીધું હોવાની સનસનાટીભરી વિગતો સામે આવતા વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગ્લોબલ મિલિટરી એનાલિસિસ, તાઈવાન સ્ટ્રેટ કોન્ફ્લિક્ટ એન્ડ ચાઇનીઝ એગ્રેશન મોનિટરિંગ ડેસ્ક રિપોર્ટ મુજબ, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ અચાનક એરક્રાફ્ટ કેરિયર્સ, ડિસ્ટ્રોયર્સ અને ડઝનબંધ ફાઇટર જેટ્સને તાઈવાનના દરિયાઈ અને હવાઈ ક્ષેત્રની બિલકુલ નજીક મોકલીને આખા દેશને બ્લોકેડ (નાકાબંધી) કરવાની ધમકી આપી છે.
૨ ઓક્ટો. ૧૯૪૯ ના દિને માઓ-ત્સે-તુંગ અને આઉટમેન-લાઈ નાં નેતૃત્વ નીચે સામ્યવાદીઓએ સમગ્ર ચીન પર કબ્જો કર્યો ત્યારે તાઈવાન ઉપર શાસન કરતી ક્વૉવિંગ નાન પાર્ટીના નેતાઓ ડૉ. સોન-યાન-સેન અને તેમના સાથી ચ્વાંગ કાઈ શેક ચીનની જન્મભૂમિ છોડી તાઈવાન ચાલ્યા ગયા અને ત્યાંથી રીપબ્લીક ઓફ ચાઈના તરીકે તે ટાપુ રાષ્ટ્રો જાહેર કર્યો. ત્યારે માઓ ત્સે તુંગ તાઈવાન પર કબ્જો ન જાળવી શક્યા. તેના બચાવમાં અમેરિકી નૌકાદળ હાજર હતું. હવે શી-જિનપિંગ, તાઈવાને જીબી યોગને માઓથી પણ મહાન દર્શાવવા માને છે.
વાસ્તવમાં ૧૮૯૬માં તાઈવાન ઉપર જાપાનનો કબ્જો હતો. ૧૯૪૫માં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાન પરાજિત થયું તેથી તાઈવાન ઉપર અમેરિકી કબજો આવ્યો. પછી અમેરિકાએ તાઈવાનને સ્વતંત્ર જાહેર કર્યું અને સોનયાન એન તથા ચ્યાંગકાઈ શહેરને પૂરું સમર્થન મળ્યું. તાઈવાનીઝ કહે છે કે અમે હાન વંશીઓ છીએ પણ સામ્યવાદી ચીનથી સ્વતંત્ર છીએ. તાઇવાનના લોકો પોતાને ચાઇનીઝ કહેવાને બદલે તાઇવાનીઝ કહે છે. અમે હાનવંશી- તાઇવાનીઝ છીએ.
જે દેશો વન ચાઈના પોલીસી અનુસરે છે તે દેશો ભારત સહિત તાઈવાન સાથે સીધો રાજદ્વારી સંબંધ નથી રાખતા. રાજદૂતો મોકલતા નથી કે રાજદૂતો સ્વીકારતા નથી પરંતુ શૈક્ષણિક તથા વ્યાપારી હેતુઓ માટેની ઓફિસો રાખે છે. શૈક્ષણિક હેતુ માટેની કોલેજોના પ્રોફેસરો (રાજ્ય શાસ્ત્રના તથા અર્થશાસ્ત્રના) રાજ્યોની ભૂમિકા ભજવે છે તેમના તે દેશોના રાજ્યશાસ્ત્રી અર્થશાસ્ત્રી વગેરેના પ્રોફેસરો જે તે દેશોના રાજદૂતોની ભૂમિકા ભજવે છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
