હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક બજારમાં મહાભૂકંપ: ઈરાન સામે યુદ્ધના તણાવ વચ્ચે ટ્રમ્પે માત્ર ૯૦ દિવસમાં કર્યા ૩,૭૦૦ ટ્રેડ
યુદ્ધના માહોલમાં મસમોટો ખેલ: આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પના ધૂઆંધાર ટ્રેડિંગથી ફાઇનાન્સ વર્લ્ડમાં ખળભળાટ:માર્કેટ સેન્ટિમેન્ટ પર મોટી અસર:આટલી મોટી સટ્ટાબાજી પાછળનો અસલી પ્લાન શું?

નવી દિલ્હી: વૈશ્વિક ભૂ-રાજકારણ (Geopolitics) અને શેરબજારના આંતરરાષ્ટ્રીય જોડાણને લઈને એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે, અમેરિકાના ટોચના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા માત્ર ૩ મહિના (૯૦ દિવસ) ના ગાળામાં ૩,૭૦૦ થી વધુ ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. યુદ્ધની આફત વચ્ચે આટલી મોટી સંખ્યામાં થયેલા ટ્રેડિંગે વૈશ્વિક રોકાણકારો અને સંરક્ષણ નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે.
ટ્રમ્પના ટ્રેડિંગનું વોલ્યુ ૨૨ કરોડથી લઈને ૭૫ કરોડ ડોલર સુધી બેસે છે. કોઈપણ અમેરિકન પ્રમુખે હોદ્દા પર રહેવા દરમિયાન શેરબજારમાં આટલા બધા ટ્રેડ કર્યા નથી. આ તો જાણે એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ જાણે અમેરિકન પ્રમુખ ઓછા, પરંતુ સટોડિયા વધારે છે.
બ્લૂમબર્ગે આપેલી જાણકારી મુજબ આ વર્ષના પ્રારંભિક ત્રણ મહિનામાં અમેરિકાની જ કેટલીક મોટી આઇટી, ટેક કંપનીઓ, ફાઇનાન્સ, એરોસ્પેસ અને મીડિયા કંપનીઓમાં કરોડો ડોલરની વ્યાપારિક લેવડદેવડ થઈ છે. તેમા એમ પણ કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી માર્ચમાં થયેલા સોદામાં પ્રતિ દિન ૪૦થી વધુ સોદા કરવામાં આવ્યા છે. આમ ટ્રમ્પની ટ્રેડિંગની પ્રવૃત્તિ ચોંકાવનારી છે.
અહેવાલમાં કરવામા આવેલા ખુલાસા દરમિયાન ટ્રમ્પ કે તેમના સલાહકારોએ જાન્યુઆરીથી માર્ચમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં ૩,૭૦૦થી વધુ ટ્રેડ કર્યા. આ છેલ્લા ત્રણ મહિનાની સરખામણીએ નોંધપાત્ર નાટકીય ઉછાળો હતો. તેના પહેલા ડિસેમ્બર ૨૦૨૫ના અંતિમ ક્વાર્ટરમાં તેઓએ ફક્ત ૩૮૦ સોદા જ કર્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
