હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ
દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:મધ્ય પૂર્વ (Middle East) ના ઈસ્લામિક દેશ ઈરાનમાંથી આંતરરાષ્ટ્રીય આર્થિક સંકટ, પ્રતિબંધો અને મોંઘવારીના અસહ્ય તાંડવનો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને સ્ફોટક પર્દાફાશ સામે આવ્યો છે! ઈરાનમાં આર્થિક સ્થિતિ અને સ્થાનિક ચલણ 'રિયાલ' (Rial) નું મૂલ્ય એટલી હદે કચડાઈને ધૂળધાણી થઈ ગયું છે કે ત્યાં સામાન્ય નાગરિક માટે એક ટંકનું ભોજન મેળવવું પણ લોખંડના ચણા ચાવવા સમાન બની ગયું છે. ઈરાનના હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં આજે માત્ર એક સાધારણ પ્લેટ ભોજનનો ખર્ચ લાખો અને કરોડો રિયાલમાં પહોંચી જતાં લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ છે.
ઈરાનના સ્ટેટિસ્ટિકલ સેન્ટરના તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુસાર ઓક્ટોબર મહિનામાં વાર્ષિક સરેરાશ મોંઘવારી દર વધીને 76.8% નોંધાયો છે, જ્યારે મોંઘવારીનો આંકડો 88.7%ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં મોંઘવારી દર 107%ને વટાવી ગયો છે. રસોડાની જરૂરિયાતોની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં ખાવાના તેલમાં 255%નો વધારો થયો છે. દૂધ, પનીર અને ઈંડાના ભાવ 154% વધ્યા છે, જ્યારે સબસીડી હટાવ્યા બાદ બ્રેડના એક પેકેટની કિંમત 23,800 તોમાન (ઈરાનનું ચલણ)થી સીધી વધીને 60,000 તોમાન થઈ ગઈ છે.
સામાન્ય રેસ્તરાંમાં નોન વેજ કે ચોખા જેવું સાધારણ ભોજન લેવા માટે પણ સામાન્ય નાગરિકોએ લાખો તોમાન ચૂકવવા પડી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રોટીનયુક્ત ખોરાક લોકોની પહોંચ બહાર થઈ જતાં કુપોષણનો ખતરો વધી ગયો છે. આખો દિવસ મજૂરી કરતા શ્રમિકો પણ પેટ ભરીને ખાવા માટે તરસી રહ્યા છે. પરિવારનું મોટાભાગનું બજેટ માત્ર બે ટંકના સાદા ભોજન પાછળ જ વપરાઈ રહ્યું છે.
લેબર મિનિસ્ટ્રીના ડેપ્યુટી મિનિસ્ટર મલિક હુસૈનીના જણાવ્યા અનુસાર, જો આર્થિક મંદી આવી જ રીતે ચાલુ રહેશે તો માર્ચ 2027 સુધીમાં 12 લાખથી 14 લાખ નોકરીઓ ખતમ થઈ શકે છે. માર્ચથી ઓગસ્ટ દરમિયાન જ આશરે 11.5 લાખ લોકોએ કાયમી નોકરી અને વીમા સુરક્ષા ગુમાવી દીધી છે, જેમાંથી માત્ર 3 લાખ લોકોને જ બેરોજગારી ભથ્થું મળી રહ્યું છે. આવક વગરના લોકો માટે મોંઘવારીમાં ટકી રહેવું અશક્ય બનતું જાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
