તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ઈલોન મસ્કનો $60$ અબજ ડોલરનો ‘માસ્ટરસ્ટ્રોક’: SpaceX અને Cursor વચ્ચે ઐતિહાસિક કરાર:ટેક દુનિયામાં ભૂકંપ
સ્પેસ મિશનમાં હવે AIનો પાવર: સ્પેસએક્સ હવે કર્સરને ખરીદી શકે તેવા વિકલ્પ સાથેની ડીલ ફાઈનલ:₹5 લાખ કરોડનો ખેલ: રોકેટ સાયન્સ અને AI કોડિંગનું થશે મિલન:માઈક્રોસોફ્ટ અને ગૂગલના કેમ્પમાં ફફડાટ: શું મસ્ક હવે અંતરિક્ષમાં AIનું સામ્રાજ્ય સ્થાપશે?

નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની સ્પેસએક્સ (SpaceX) એ AI કોડિંગ પ્લેટફોર્મ કર્સર (Cursor) સાથે એક ચોંકાવનારો કરાર કર્યો છે. આ કરાર મુજબ સ્પેસએક્સ પાસે કર્સરને $60$ અબજ ડોલરમાં ખરીદવાનો વિકલ્પ (Acquisition Option) રહેશે. આ ડીલ ટેક જગતની અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારીમાંની એક માનવામાં આવી રહી છે. કર્સર એ એક AI-આધારિત કોડ એડિટર છે જે ડેવલપર્સને સેકન્ડોમાં જટિલ સોફ્ટવેર બનાવવામાં મદદ કરે છે, અને હવે આ ટેકનોલોજીનો ઉપયોગ મંગળ મિશન અને સ્ટારલિંક પ્રોજેક્ટમાં કરવામાં આવશે.
આ ભાગીદારી સ્પેસએક્સને એઆઈ આધારિત કોડિંગ ટૂલ્સના ઝડપી વિકસતા સેક્ટરમાં મજબૂત બનાવશે. આ સેક્ટરમાં હાલ ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી કંપનીઓ ઘણી આગળ છે. કરાર હેઠળ બંને કંપનીઓ સાથે મળીને નેક્સ્ટ જનરેશન કોડિંગ અને નોલેજ વર્ક એઆઈ વિકસાવશે.આ કરાર હેઠળ કર્સરને સ્પેસએક્સની વિશાળ કમ્પ્યુટિંગ સુવિધાઓનો લાભ મળશે. જેમાં, કોલોસસ નામના સુપરકમ્પ્યુટર ક્લસ્ટરનો પણ સમાવેશ થાય છે. જે અદ્યતન જીપીયુ પર આધારિત છે. જેના દ્વારા કર્સરના એઆઈ મોડલ્સને સરળતાથી ટ્રેનિંગ મળી રહેશે.
જો ૬૦ અબજ ડોલરમાં ખરીદી થશે તો તે ટેક સેક્ટરના સૌથી મોટા સોદામાનો એક બનશે. આ કરાર સાથે ઈલોન મસ્ક સ્પેસએક્સના સંભવિત આઈપીઓ પહેલા એઆઈ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, સ્પેસએક્સે તાજેતરમાં મસ્કની એઆઈ કંપની એક્સએઆઈને પોતાની કામગીરીમાં સંકલિત કરી હતી.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
