<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ઈલોન મસ્કનો પૃથ્વીથી અંતરિક્ષ સુધીનો સૌથી મહાકાય વિસ્ફોટક ધડાકોઃ પૃથ્વી પર જમીન ખૂટી પડતાં હવે સ્પેસમાં ડેટા સેન્ટર બનાવવાની રોકેટ સ્પીડે તૈયારી

અંતરિક્ષમાં ડેટાનું સામ્રાજ્ય ઊભું કરવાનો ઈલોન મસ્કનો રાક્ષસી માસ્ટરપ્લાન: પૃથ્વી પર જમીન અને વીજળીના ફાંફા પડતાં જ બ્રહ્માંડમાં સ્પેસ ડેટા સેન્ટર ઠોકી દેવાનો સણસણતી યોજનાઃ સ્પેસએક્સ (SpaceX) અને એઆઈ (AI) ના કાળમુખા પાવરથી અંતરિક્ષમાં ખેલાશે ડેટાનો મહાખેલ: વૈશ્વિક ટેકનોલોજી જગત, આઈટી માફિયાઓ અને વૈજ્ઞાનિકોમાં ભારે ધ્રૂજારી, ભયાનક સનસનાટી અને વિસ્ફોટક સન્નાટો

નવી દિલ્હી :દુનિયાના સૌથી અમીર અને સનકી ઉદ્યોગપતિ ઈલોન મસ્ક તરફથી સમગ્ર માનવજાત અને ટેકનોલોજીની દુનિયાના હોશ ઉડાડી દેતો એક અતિ-સનસનાટીભર્યો, ચોંકાવનારો અને કાળજું કંપાવી દેતો મહા-વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! પૃથ્વી પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટરો માટે જમીન અને વીજળી ખૂટી પડતાં જ, ઈલોન મસ્કે હવે સીધા અંતરિક્ષ (Space) માં જ મસમોટા ડેટા સેન્ટરો સ્થાપવાની કાળમુખી અને રાક્ષસી તૈયારીઓ સટાકથી શરૂ કરી દીધી છે.
ઈલોન મસ્ક ડેટા સેન્ટર્સ સ્પેસમાં બનાવીને અનેક ઉકેલ શોધવા માંગે છે. ડેટા સેન્ટર્સ સામે દુનિયાભરમાં વિરોધ વધતો જાય છે. કારણ કે તેની પાછળ ઈલેક્ટ્રિસિટી વધારે વપરાશે. કૂલિંગ માટે પાણીની જરૂર પડશે અને ડેટા સેન્ટર્સ માટે જમીનની પણ જરૂરિયાત પડે છે. એઆઈ ટેકનોલોજીના ઉદય પછી હવે ડેટા સેન્ટર્સની ડિમાન્ડ વધી છે. સતત વધતી જવાની છે. જો સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવામાં આવે તો એનર્જી ક્રાઈસિસ નિવારી શકાય છે. વળી, માતબર જમીનની જરૂરિયાત પણ રહેતી નથી. આ વિચાર સાથે ઈલોન મસ્કે સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિચાર્યો છે. ૨૦૨૭માં આ પ્રોજેક્ટ લોંચ થશે. સ્પેસએક્સ અને સ્ટારલિંક જેવી કંપનીઓની મદદથી મસ્ક આ પ્રોજેક્ટ પાર પાડવા ધારે છે.
જોકે, તેની સામે સવાલો પણ ખડા થયા છે. એક્સપર્ટ માને છે કે આ પ્રોજેક્ટ સમય કરતાં એક દશકા વહેલો છે. હજુ આપણી ટેકનોલોજી સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવા માટે તૈયાર નથી. ઓપનએઆઈના સહસ્થાપક સેમ ઓલ્ટમેન માને છે કે આ તુક્કો માત્ર છે. હજુ એવી ટેકનોલોજી વિકસી નથી. ઓર્બિટલ ગેટવેના સ્થાપક બ્લેઈન કર્સિયો માને છે કે અત્યારે આ નાકામ અસાઈનમેન્ટ બની રહેશે.
કેટલાક એક્સપર્ટ્સ માને છે કે સ્પેસમાં ડેટા સેન્ટર્સ માટે કૂલિંગની વ્યવસ્થા કરવી તે અત્યારે લગભગ અશક્ય જેવી વાત છે. સ્પેસની ડસ્ટથી ડેટા સેન્ટર્સને કેવી અને કેટલી અસર થશે એ કહી શકાય તેમ નથી. સ્પેસની હીટ અથવા તો ઉલ્કા સહિતના ફેક્ટર્સ પણ અવરોધક બની શકે છે.

 

(5:59 PM IST)