<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

યુરોપ અને બ્રિટનના સંરક્ષણ તથા ગુપ્તચર જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: યુક્રેનને મદદ કરતી બ્રિટિશ કંપનીઓ પર રશિયા દ્વારા ભાગફોડ કરાવવાની ગંભીર આશંકાથી ભારે હાહાકાર

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલય અને MI5ની નેશનલ પ્રોટેક્ટિવ સિક્યુરિટી ઓથોરિટી દ્વારા તાત્કાલિક સુરક્ષા ચેતવણી જારી થતા સંરક્ષણ ક્ષેત્ર અને સપ્લાય ચેઈનમાં ખળભળાટ:પ્રોક્સી દ્વારા આગચંપી, જાસૂસી અને માહિતી યુદ્ધ જેવી પ્રવૃત્તિઓની ચેતવણી વચ્ચે ઉચ્ચ અધિકારીઓની ખાનગી બ્રીફિંગ શરૂ

નવી દિલ્હી:યુક્રેનને લશ્કરી સાધનો, સામગ્રી કે લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડતી કંપનીઓને લઈને એક અત્યંત સનસનાટીભર્યા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. યુક્રેનને મદદ કરતી બ્રિટિશ કંપનીઓમાં રશિયા દ્વારા ભાગફોડ કરાવવામાં આવે તેવી આશંકા વચ્ચે બ્રિટિશ સુરક્ષા અને સંરક્ષણ તંત્ર દ્વારા કડક ચેતવણી જારી કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે!
બ્રિટિશ અધિકારીઓ તરફથી ભાગ્યે જ આપવામાં આવતી આવી પબ્લિક એલર્ટ યુરોપમાં ડિજિટલ અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર મોસ્કોના શ્રેણીબદ્ધ હુમલા પછી આપવામાં આવી છે. એસ્ટોનિયા પહેલી ડિસેમ્બરથી રશિયા સાથેની બધી જ સરહદ બંધ કરી દેશે. સત્તાવાળાઓએ તેમની ડિફેન્સ કંપની પર કરવામાં આવેલા હુમલા પછી આ નિર્ણય લીધો છે. રશિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સના આદેશ પર કામ કરતા આઠ લેટવિયન નાગરિકોની આગજનીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
યુકેની કોર્ટે વેરહાઉસને આગ લગાવવાનો પ્રયત્ન કરનારા કેટલાક લોકોને આકરી સજા કરી છે. આ વેરહાઉસમાંથી યુક્રેનને પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. સપ્ટેમ્બરમાં જ બ્રિટિશર પર જ રશિયન જાસૂસી સંસ્થાઓ સાથે મળીને ડ્રોન ફેક્ટરીમાં ભાંગફોડનો પ્રયત્ન કરવાનો આરોપ મૂકાયો હતો. આ મહિને અગાઉ ઇંગ્લેન્ડમાં બેઝ ધરાવતા અમેરિકન સૈનિકની રશિયા વતી જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલેન્ડ, રોમાનિયા અને અન્ય નાટો દેશોએ જણાવ્યું હતું કે તેઓ મોસ્કો સમર્થિત કેટલીય ભાંગફોડનો ભોગ બન્યા છે.

 

(5:38 PM IST)