તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
યુરોપ અગ્નિકુંડમાં ફેરવાયું: પેરિસમાં કાળઝાળ ગરમીએ ૧૪૭ વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભયાનક લૂ લાગવાથી સમગ્ર યુરોપમાં ૪૦ ના કરુણ મોત!: પર્યાવરણીય કટોકટી જાહેર, એર કંડિશનિંગ વગરના દેશોમાં ગરમીથી હાહાકાર
ગ્લોબલ વોર્મિંગનો લાઈવ પ્રકોપ: આબોહવા પરિવર્તનના કારણે આખો ખંડ ભઠ્ઠીની જેમ શેકાયો: પેરિસ સહિત ફ્રાન્સ અને આસપાસના દેશોમાં રેડ એલર્ટ:વહીવટી તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવા કડક અપીલ

નવી દિલ્હી: ગ્લોબલ ક્લાઇમેટ ઓડિટ, એન્વાયરમેન્ટલ સેફ્ટી કાઉન્સિલ એન્ડ યુરોપિયન વેધર બ્યુરો રિપોર્ટ મુજબ, પેરિસ સહિત સમગ્ર યુરોપિયન દેશો હાલમાં ઇતિહાસના સૌથી ભયાનક હિટવેવનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પેરિસમાં તાપમાનનો પારો એટલી હદે વધી ગયો છે કે તેણે છેલ્લા ૧૪૭ વર્ષનો ઓલ-ટાઇમ રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યો છે. પેરિસની સ્થાપના અને હવામાનના ઇતિહાસમાં આ એક બહુ મોટી (Meteorological Anomaly) છે, જેની પાછળ વૈજ્ઞાનિકો (Thermal Inversion Extrapolations) અને ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનને મુખ્ય કારણ માની રહ્યા છે. ફ્રાન્સ, સ્પેન અને ઇટાલી જેવા દેશોમાં સતત વધી રહેલા તાપમાન અને લૂના કારણે અત્યાર સુધીમાં ૪૦ થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જેમાં મોટાભાગના વૃદ્ધો અને અગાઉથી બીમાર વ્યક્તિઓ સામેલ છે.
ફ્રાન્સમાં તાજેતરના દિવસોમાં ઇતિહાસના સૌથી ગરમ દિવસો નોંધાયા છે. રાજધાની પેરિસમાં આ અઠવાડિયે તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે, જે જૂન મહિના માટે અભૂતપૂર્વ છે. પેરિસના 1872 થી 2019 સુધીના 147 વર્ષના ઇતિહાસ કરતાં પણ આ વર્ષે જૂન મહિનામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન વાળા દિવસોની સંખ્યા વધી ગઈ છે. ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા પિસોસમાં તાપમાનનો પારો 44.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. જે આ સીઝનનું સૌથી વધુ તાપમાન છે. દેશનું રાષ્ટ્રીય સરેરાશ તાપમાન પણ વધીને 29.8 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે.
આ હીટવેવ માત્ર લોકો માટે અસહ્ય નથી પરંતુ જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં ગરમીના કારણે સીધા 40 થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જેમાં ગરમ કારમાં રહી ગયેલા બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય, ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદીઓ, તળાવો અને નહેરોમાં નહાવા માટે દોડી રહ્યા છે, જ્યાં દેખરેખ વિનાના વિસ્તારોમાં ડૂબી જવાથી ડઝનબંધ લોકોના મોત થયા છે. ગરમીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ફ્રાન્સમાં એક બસ ડ્રાઇવર બસમાં AC ન હોવાને કારણે ચાલુ ડ્રાઇવિંગે બેભાન થઈ ગયો હતો અને બસનો અકસ્માત થયો હતો.
વિજ્ઞાનીઓના મતે, આ હીટવેવ 'હીટ ડોમ'ના કારણે છે, જ્યાં હાઈ પ્રેશર એરિયા ગરમ હવાને એક જ જગ્યાએ રોકી રાખે છે. યુરોપના દેશો જેવા કે ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં સામાન્ય રીતે આવી ગરમી ક્યારેય પડતી નથી. તેથી અહીંના જૂના ઘરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા પ્રદેશો પ્રમાણે બનેલા છે જ્યાં એર કંડિશનર (AC) ની જરૂર પડતી નથી. હવે અચાનક બદલાતા હવામાનને કારણે લોકો એસી વગરના ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. બ્રિટનમાં પણ આ વર્ષે જૂન મહિનાના ઈતિહાસના સૌથી ગરમ દિવસો નોંધાયા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે યુરોપ અન્ય ખંડો કરતાં વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે, જે ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
