તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
બધાઈ હો, નવાબ પૈદા હુઆ હૈ
રાજાશાહી અંદાજમાં સૂતેલો બાળક

કાઇરો,તા.૨૪: સોશ્યલ મીડિયા પર એક નવજાત બાળકનો ફોટો એક ડોક્ટરે શેર કર્યો હતો. ઇજિપ્તના કાઇરો શહેરમાં જન્મેલા આ બાળકની તસવીર પીડિયાટ્રિશ્યન ડો. ઇસ્લામ એલ્ડાહે શેર કરી છે. પગ પર પગ ચડાવીને રાજાશાહી અંદાજમાં સૂતેલા આ બાળકના વિડિયોએ લોકોનું દિલ જીતી લીધું હતું. કોઈકે એને બાળકનો રોયલ અંદાજ ગણાવ્યો હતો તો કોઈકે નવાબી અંદાજ. હજી તો તેની ગર્ભનાળ માંડ કપાઈ હતી અને ડોક્ટર તેની પ્રાથમિક હેલ્થ તપાસી રહ્યા હતા ત્યારે બાળકના ચહેરા પર જે નિરાંત હતી એનું વર્ણન કરતાં ડોક્ટરે કેપ્શનમાં લખ્યું હતું, ‘બાળકે જિંદગી જીવવાનો સાચો અંદાજ શીખી લીધો છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
