News of Wednesday, 13th May 2026
વિસ્ફોટ: સ્માર્ટફોન બનશે ‘સુપર કોમ્પ્યુટર’, લોન્ચ પહેલા જ લીક થયા ફીચર્સ
ગૂગલની નવી ગેમ ચેન્જર ચાલ: ‘જેમિની’ એઆઈ ફોનની રગેરગમાં વણાઈ જશે:ઇન્ટરનેટ વગર પણ ચાલશે શક્તિશાળી ફિચર્સ:સ્માર્ટ રિપ્લાયથી લઈને એડવાન્સ ફોટો એડિટિંગ સુધી બધું જ બદલાઈ જશે, યુઝર્સનો અનુભવ થશે રોમાંચક

નવી દિલ્હી: ટેક જાયન્ટ ગૂગલે એન્ડ્રોઇડના આગામી વર્ઝન ‘એન્ડ્રોઇડ 17’ પર કામ શરૂ કરી દીધું છે અને જે વિગતો બહાર આવી રહી છે તે જોઈને લાગે છે કે હવે સ્માર્ટફોન વાપરવાની રીત આખી બદલાઈ જશે. એન્ડ્રોઇડ 17નું મુખ્ય કેન્દ્રબિંદુ ‘AI-First’ એપ્રોચ છે. જેનો અર્થ છે કે ફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી રીતે ફિટ કરવામાં આવશે કે તે તમારી જરૂરિયાતોને પહેલાથી જ સમજી લેશે.
શું હશે નવા ફીચર્સ?
૧. ઓન-ડિવાઈસ AI: ગૂગલ તેના 'જેમિની નાનો' (Gemini Nano) મોડેલને એટલું પાવરફુલ બનાવશે કે મોટાભાગના AI ટાસ્ક ઇન્ટરનેટ વગર જ ફોનમાં થશે.
૨. એડવાન્સ એપ ટ્રેકિંગ: તમારી આદતો મુજબ ફોન આપોઆપ બેટરી અને પરફોર્મન્સ મેનેજ કરશે.
૩. AI વોઈસ આસિસ્ટન્ટ: ગૂગલ આસિસ્ટન્ટ હવે વધુ નેચરલ અને વાતોડિયું બનશે, જે તમારી સાથે મિત્રની જેમ વાત કરી શકશે.
૪. સુરક્ષામાં વધારો: AI સ્કેમ કોલ્સ અને મેસેજને રિયલ ટાઈમમાં પકડી પાડશે, જેથી યુઝર્સ સાયબર ફ્રોડથી બચી શકશે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
