તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
ચીન સરહદે ભારતની તાકાતમાં અસાધારણ વધારો: ઓઇલ-ગેસ તો બહાનું છે, રશિયા હવે ભારતની સૌથી મોટી સૈન્ય ઇચ્છા પૂરી કરશે
બીજિંગના પેટમાં તેલ રેડાયું: સુપરસોનિક ટેકનોલોજી અને હાઈટેક ડિફેન્સ ડીલ પર વાગશે આખરી મહોર:ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધતાં ચીનની કૂટનીતિ સદંતર ફ્લોપ! બંને દેશો વચ્ચેની મિત્રતાનો નવો અધ્યાય

નવી દિલ્હી: વૈશ્વિક મંચ પર પશ્ચિમી દેશોના ભારે દબાણ અને પ્રતિબંધો વચ્ચે પણ ભારત અને રશિયાની અતૂટ દોસ્તીએ દુનિયાને ચોંકાવી દીધી છે. માત્ર સસ્તું ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસ આપવા પૂરતું મર્યાદિત ન રહેતા, રશિયા હવે ભારતની સૈન્ય મહત્વાકાંક્ષાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટેના સૌથી અગત્યના પ્રોજેક્ટ (જેમ કે અત્યાધુનિક ફિફ્થ જનરેશન ફાઇટર જેટ્સ, ન્યુક્લિયર સબમરીન ટેકનોલોજી કે એડવાન્સ મિસાઇલ સિસ્ટમનું સંયુક્ત ઉત્પાદન) ને લીલી ઝંડી આપવાની તૈયારી કરી રહ્યું છે. આ મેગા ડિફેન્સ ટ્રાન્સફરના કારણે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં દાદાગીરી કરતા ચીનને બહુ મોટો આંતરરાષ્ટ્રીય આંચકો લાગ્યો છે.
આ એવું સ્ટીલ છે જેનાથી દેશમાં મજબૂત પુલ બનશે, બુલેટ ટ્રેન દોડશે, નવી ફેક્ટરીઓ ઊભી થશે, સંરક્ષણ સાધનો બનશે અને ભારતનું 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું સપનું આગળ વધશે. રશિયાના લેનિનગ્રાડમાં બંને દેશો વચ્ચે સ્ટીલ સેક્ટરમાં મોટા રોકાણ, કોકિંગ કોલ સપ્લાય, સ્પેશિયલ સ્ટીલ, ક્રિટિકલ મિનરલ્સ અને લો-કાર્બન ટેક્નોલોજી પર ગંભીર ચર્ચા થઈ છે. આ મહત્ત્વની બેઠકનો સૌથી મોટો સંકેત એ છે કે ભારત હવે માત્ર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પૂરતું મર્યાદિત રહેવા નથી માંગતું, પરંતુ પોતાની ઔદ્યોગિક કરોડરજ્જુને મજબૂત કરવા માટે લાંબા ગાળાનું ભાગીદાર બનાવવા ઇચ્છે છે.
ભારત હાલમાં દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. દેશમાં હાઇવે, રેલવે, મેટ્રો, ડિફેન્સ કોરિડોર, સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, જેનો સીધો અર્થ એ છે કે દેશમાં સ્ટીલની ભારે માંગ છે. ભારતે વર્ષ 2030 સુધીમાં પોતાની સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 220 મિલિયન ટનથી વધારીને 300 મિલિયન ટન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ અહીં સૌથી મોટો પડકાર કોકિંગ કોલ અને હાઇ-ગ્રેડ સ્ટીલ માટે આયાત પરની નિર્ભરતા છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
