<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વૈશ્વિક મોરચે ભારે તંગદિલી: અમેરિકા અને મધ્ય-પૂર્વ (Middle East) વચ્ચે રાજદ્વારી ગરમાવો

યુએસ-ઈરાન સંબંધો આખરી તબક્કે?: ગલ્ફ દેશોમાં લશ્કરી હલચલ વધતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા:વ્હાઇટ હાઉસની સનસનાટીપૂર્ણ જાહેરાત પર સમગ્ર વિશ્વની નજર

નવી દિલ્હી: વૈશ્વિક જીઓપોલિટિક્સ (Geopolitics) માંથી અત્યારે સૌથી મોટા અને ચિંતાજનક અહેવાલો સામે આવી રહ્યા છે. અમેરિકા અને મધ્ય-પૂર્વ, ખાસ કરીને ઈરાન વચ્ચેના સૈન્ય અને રાજદ્વારી સંબંધો વધુ એક વખત અત્યંત નાજુક મોડ પર આવી ગયા છે. ડિપ્લોમેટિક મોરચે ચાલી રહેલી આ ખેંચતાણને પગલે ગલ્ફ રીજન (ખાડી દેશો) માં લશ્કરી જમાવડો અને સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે, જેની સીધી અસર વૈશ્વિક સપ્લાય ચેઈન અને ક્રૂડ ઓઈલના બજાર પર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પના મતે, ઈરાન સાથે ચાલી રહેલો જંગ હવે બહુ લાંબી નહીં ખેંચાય અને ખૂબ જ ટૂંક સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો જોવા મળશે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સરકાર અમારી સાથે શાંતિ કરાર કરવા માટે આતુર છે. ઈરાન પાસે ઓઇલનો અખૂટ ભંડાર હોવાથી, જો આ ડીલ સફળ રહેશે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ખૂબ જ ઝડપથી ઘટી જશે. ત્યાં એટલો મોટો ઓઇલનો સ્ટોક છે કે માર્કેટમાં ભાવ ઘડાધડ તૂટી જશે.'

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, 'સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, કુવૈત, બહેરીન અને અન્ય મધ્યપૂર્વના દેશો આ કરાર કરાવવા માટે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. અમેરિકા પણ ઈરાનને આ શાંતિ કરાર માટે મર્યાદિત સમય આપી રહ્યું છે, કારણ કે ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપી શકાય નહીં.' આ ઉપરાંત ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી હતી કે જો ઈરાન પરમાણુ હથિયાર મેળવી લેશે, તો તે ચોક્કસપણે તેનો ઉપયોગ કરશે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, 'હું ઈરાન પર સૈન્ય હુમલો કરવાનો આદેશ આપવાની બિલકુલ નજીક હતો. અમે હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા અને માત્ર એક જ કલાકનો સમય બાકી હતો. પરંતુ તે જ સમયે કતાર, સાઉદી અરેબિયા, કુવૈત અને યુએઈ સહિતના મધ્યસ્થી દેશોના ફોન આવ્યા અને મેં મારો ઇરાદો બદલી નાખ્યો. આ દેશોએ ખાતરી આપી હતી કે તેહરાન શાંતિ મંત્રણા માટે યોગ્ય વલણ અપનાવી રહ્યું છે.'

(5:06 PM IST)