તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સિંહોથી બચાવવા માટે ખેડૂતો ગાયની પાછળ આંખો બનાવે છે
બોત્સવાનામાં ખેડૂતો ગાયોના પાછળના ભાગ પર આંખો દોરીને સિંહોના હુમલાથી ઢોરને બચાવવાનો અનોખો પ્રયોગ કરી રહ્યા છે : આ સરળ ઉપાયથી સિંહો ગૂંચવાઈ જાય છે અને હુમલાના બનાવોમાં ઘટાડો થયો હોવાનું ખેડૂતોનું કહેવું છે

બોત્સવાના,તા.૩૧: દક્ષિણ આફ્રિકાના બોત્સવાના દેશમાં ખેડૂતોએ પોતાનાં ઢોરઢાંખરને જંગલી પશુઓના હુમલાથી બચાવવા માટે અનોખો જુગાડ શોધ્યો છે જે ઘણે અંશે સફળ પણ રહ્યો છે. બોત્સવાનામાં આફ્રિકન સિંહોની સંખ્યા ખૂબ છે. આ સિંહો જંગલમાંથી રહેણાક વસાહતોમાં આવીને ગાયોને ઉપાડી જતા હોવાથી ખેડૂતોને ખૂબ તકલીફ થતી હતી. ગાયો જ્યારે ઝૂંડમાં જંગલમાં ચરવા જાય ત્યારે સિહો મોટા ભાગે પાછળથી હુમલો કરે છે. સિહો સામા મોંએ હુમલો કરવાનું ટાળે છે. આ ટેક્રિકનો ફાયદો લઈને ખેડૂતોએ ગાયોની પૂંઠ પાસે પૂંછડીની બે તરફ આંખો દોરવાનું શરૂ કર્યું છે. એને કારણે સિંહો હુમલો કરવા જાય ત્યારે આંખો જોઈને એ ધીમા પડી જાય છે. ખેડૂતોનું કહેવું છે કે આ પ્રયોગથી ગાયોનો જીવ બચી રહ્યો છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
