તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Tuesday, 21st April 2026
ઉનાળાની આકરી ગરમીમાં કૂલરમાંથી આવે છે ગંદી વાસ?: પરેશાન થવાની જરૂર નથી:અપનાવો આ રામબાણ ઈલાજ અને મેળવો એસી જેવી સુગંધિત ઠંડક
વાસ દૂર કરવાના દેશી જુગાડ: પાણીમાં ફિનાઈલ કે પરફ્યુમ નાખવાની ભૂલ ન કરતા:લીંબુ અને બેકિંગ સોડાનો આ જાદુઈ પ્રયોગ કરશે કમાલ:જાણો કૂલરને આખું ઉનાળું ફ્રેશ રાખવાની સચોટ ટિપ્સ

નવી દિલ્હી: ઉનાળો જામ્યો છે અને ઘરે-ઘરે કૂલરો ધમધમવા લાગ્યા છે. પરંતુ ઘણા લોકોને ફરિયાદ હોય છે કે કૂલર ચાલુ કરતા જ તેમાંથી ભેજવાળી અને ગંદી વાસ આવે છે. આ વાસ માત્ર અકળામણ જ નથી લાવતી, પણ સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ:
૧. લીંબુ અને બેકિંગ સોડા: કૂલરની ટાંકી સાફ કરતી વખતે તેમાં બે નંગ લીંબુનો રસ અને થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી ટાંકીમાં જામતી શેવાળ દૂર થશે અને વાસ આવતી બંધ થઈ જશે.
૨. ખસની પેડ (ઘાસ) બદલો: જો કૂલરના ઘાસ જૂના થઈ ગયા હોય તો તેમાં બેક્ટેરિયા જામી જાય છે. સીઝનની શરૂઆતમાં જ નવા ઘાસ નંખાવવા હિતાવહ છે.
૩. વેનિલા એસેન્સ અથવા કપૂર: પાણીની ટાંકીમાં બે-ત્રણ ટીપાં વેનિલા એસેન્સ અથવા કપૂરની બે-ત્રણ ગોળીઓ કપડામાં બાંધીને નાખી દો. તેનાથી આખું ઘર સુગંધિત થઈ જશે.
૪. પાણી બદલતા રહો: કૂલરનું પાણી અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર બદલવું જોઈએ. ટાંકીમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ત્રાસ પણ વધે છે અને વાસ પણ આવે છે.
માત્ર પાણી બદલવું પૂરતું નથી, કૂલરની જાળી એટલે કે તેના પેડ્સ(Pads)ની સફાઈ પણ એટલી જ મહત્ત્વની છે. જો પેડ્સ જૂના અને ગંદા થઈ ગયા હોય, તો તેમાંથી પણ વાસ આવવા લાગે છે. આથી સમયાંતરે પેડ્સને ધોવા જોઈએ અથવા જરૂર જણાય તો નવા લગાવી દેવા જોઈએ. વધુમાં, અઠવાડિયામાં એકવાર કૂલરને સાફ કરીને થોડા કલાકો માટે તડકામાં રાખવું જોઈએ. સૂર્યપ્રકાશને કારણે કૂલરમાં રહેલી ફૂગ અને બેક્ટેરિયા કુદરતી રીતે નાશ પામે છે, જેનાથી બીમારીઓનો ખતરો ઘટે છે અને કૂલર લાંબા સમય સુધી સ્વચ્છ રહે છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
