News of Tuesday, 15th September 2026
અંતરિક્ષમાં મહાયુદ્ધના પિશાચી મંડાણઃ અમેરિકાએ પૃથ્વીની કક્ષામાં કાળમુખા હથિયારો તૈનાત કરતાં જ રશિયા-ચીન રાક્ષસી એલર્ટ મોડ પર
પૃથ્વીના વાયુમંડળથી પર અનંત આકાશમાં સુપરપાવર દેશો વચ્ચે પિશાચી મહાસંગ્રામનો ભયાનક ધડાકો: અમેરિકાએ સ્પેસ ઓર્બિટમાં સ્પેસ-બેઝ્ડ વેપન્સ અને સેટેલાઈટ કિલર સિસ્ટમ ગોઠવતાં જ રશિયા અને ચીને આપી ખુલ્લી ધમકી: સ્પેસ સેટેલાઈટો અને સ્પેસ સ્ટેશન પર મહાવિનાશક ખતરો મંડરાતાં જ સમગ્ર વિશ્વમાં થર્ડ વર્લ્ડ વૉર અને પરમાણુ યુદ્ધની ભયાનક ધ્રૂજારી

નવી દિલ્હી:વિશ્વના ત્રણ સુપરપાવર દેશો વચ્ચેથી સમગ્ર માનવજાતના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! અત્યાર સુધી જમીન, સમુદ્ર અને આકાશમાં લડાતા યુદ્ધની કાળમુખી સરહદો હવે અનંત અંતરિક્ષ (Space) સુધી પહોંચી ગઈ છે. અમેરિકાએ પૃથ્વીની નીચલી અને ઉપલી કક્ષા (Earth's Orbit) માં અત્યાધુનિક પિશાચી હથિયારો અને ગ્રાઉન્ડ-ટુ-સ્પેસ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી દેતાં જ રશિયા અને ચીન કાળમુખા એલર્ટ મોડ પર આવી ગયા છે.
અંતરિક્ષમાં હથિયારો મોકલવાની અને તેને નિયંત્રિત કરવાની આ રેસ નવી નથી. વર્ષ 1957માં રશિયા દ્વારા 'સ્પુતનિક' લોન્ચ કરવામાં આવ્યા બાદથી જ અમેરિકા અને મોસ્કો વચ્ચે સેટેલાઇટ નષ્ટ કરવા અને હથિયારો મોકલવાની હોડ શરૂ થઈ ગઈ હતી. વર્ષ 1967માં 'આઉટર સ્પેસ ટ્રીટી' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના દ્વારા ઓર્બિટમાં મોટા પાયે તબાહી મચાવતા હથિયારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
આ કરાર અને પ્રતિબંધો હોવા છતાં અમેરિકા, ચીન અને રશિયા આ સંધિથી બહાર રહીને અંતરિક્ષમાં યુદ્ધની નવી પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે. વર્તમાન સમયમાં સેટેલાઇટ મિલિટરી કોમ્યુનિકેશન, સર્વેલન્સ અને નેવિગેશન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશના સેટેલાઇટને નિશાન બનાવીને તેને નિષ્ક્રિય કરી શકાય છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
