તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
આફ્રિકાના પેટાળમાં પિશાચી સન્નાટોઃ નાઈજિરિયામાં કારાગાર કે કાળમુખી કબર? અટકાયતમાં લીધેલા ૩૭ અભાગી જીવોના એકસાથે કરુણ મોત:તંત્રનો બીમારીનો રાક્ષસી દાવો
પશ્ચિમ આફ્રિકાના નાઈજિરિયામાં કાળજું કંપાવી દેતી માનવ હોનારત: જેલ તંત્રના કાળમુખા કારસા સામે સમગ્ર વિશ્વમાં ભારે અરેરાટી:સરકારી અટકાયતમાં રાખેલા ૩૭ લોકોએ એકપછી એક સટાકથી દમ તોડી દેતાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના હોશ ઊડ્યા: જેલની અંદર ગુપ્ત રીતે રહસ્યમય બીમારી ફેલાઈ હોવાનો પિશાચી દાવો કરીને તંત્રે હાથ અધ્ધર કર્યા: સ્વજનોનો બોલાઈ ગયો કૂચડો

નવી દિલ્હી:આફ્રિકા ખંડના નાઈજિરિયા દેશમાંથી આખી માનવતાના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અતિશય ચોંકાવનારો અને વિસ્ફોટક બનાવ સામે આવ્યો છે! નાઈજિરિયામાં સરકારી તંત્ર દ્વારા અટકાયતમાં લેવાયેલા ૩૭ જેટલા લોકોના કસ્ટડીની અંદર જ રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં આખા વિશ્વમાં પિશાચી સન્નાટો વ્યાપી ગયો છે.
મૃત્યુ પામનાર લોકો એ વ્યક્તિઓ હતા, જેમની મંગળવાર અને બુધવારે ગેરકાયદે ખનન ગતિવિધિઓમાં સંડોવણી હોવાની શંકાના આધારે સિવિલ ડિફેન્સ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. નાઈજર રાજ્ય ખનિજ સંપદાથી સમૃદ્ધ છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો સોના તથા અન્ય ખનિજોની શોધમાં કામ કરે છે, જેના કારણે આ ક્ષેત્રમાં ગેરકાયદે ખનનની ઘટનાઓ સતત સામે આવતી રહે છે.
સિવિલ ડિફેન્સ વિભાગના દાવા મુજબ હિરાસતમાં રહેલા લોકોમાં કથિત રીતે બીમારી ફેલાવાને કારણે આ મોત થયા છે. જોકે, ગુપ્તચર એજન્સીઓની પ્રારંભિક રિપોર્ટમાં એવા સંકેતો મળ્યા છે કે હિરાસત કેન્દ્રમાં ક્ષમતા કરતા વધુ લોકોને રાખવામાં આવ્યા હતા અને ત્યાં પૂરતા પ્રમાણમાં હવા (વેન્ટિલેશન)ની વ્યવસ્થા નહોતી. આ ખરાબ પરિસ્થિતિઓ અને ગૂંગળામણને કારણે સ્થિતિ વણસી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને પોલીસે સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
