News of Thursday, 21st May 2026
યુવતીઍ ૧૪ ફુટ લાંબા મગરમચ્છને કિસ કરી

મેકનીસ તા.૨૧ઃ ગ્રેજ્યુઍશન સેરેમનીને યાદગાર બનાવવા માટે અમેરિકામાં યુવાનો આજકાલ જાતજાતનાં ગતકડાં કરતાં હોય છે. લોકો ડિગ્રી લેવાના કાર્યક્રમમાં અતરંગી વેશ ધારણ કરીને આવે છે. અમેરિકાની મેકનીસ સ્ટેટ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુઍશન કરનારી કેટ ડેલી નામની યુવતીઍ આ પ્રસંગે જે કયુ* ઍવું સાહસ કદાચ કોઈ કરી શકે ઍમ નથી. કેટ ગ્રેજ્યુઍશનનું ગાઉન અને કેપ પહેરીને બિગ અલ નામના ૧૪ ફુટ લાંબા વિશાળકાય મગરના તળાવમાં ઊતરી પડે છે અને હદ તો ત્યારે થાય છે જ્યારે તે મોં ફાડીને ઊભેલા મહાકાય મગરના ખુલ્લા જડબાને કિસ કરી લે છે.
આવા સ્ટન્ટ પાછળનું રાઝ સમજી લેવું જરૂરી છે. જંગલી પ્રાણીઅોના મામલે કેટનો આ કોઈ પહેલો અનુભવ નથી. કેટ ફિયોન્સે સાથે ‘ગેટર કન્ટ્રી’નામનો રેસ્ક્યુ પાર્ક ચલાવે છે અને બિગ અલ મગર ઍમાં જ રહે છે. કેટ ૭ વર્ષની હતી ત્યારથી જંગલી જાનવરોની વચ્ચે જ ઉછરી છે. ફોટોશૂટ દરમ્યાન કેટે હાથમાં ઍક સાપ પણ પકડ્યો હતો. કેટ આ સ્ટન્ટથી ડરતી નહોતી કેમ કે તેણે આ મગરને રેસ્ક્યુ કરીને મોટો કર્યો છે, પરંતુ આ ઘટનાની તસવીરો પાડનારા ફોટોગ્રાફરના હાથ થરથર કાંપી રહ્ના હતા. કેટનું કહેવું છે કે ‘મારો હેતુ આવું કરીને લોકોને સમજાવવાનો છે કે મગર તમે માનો છો ઍવો વિલન નથી હોતો. ઍ હરહંમેશ આક્રમક નથી હોતા. જાકે આવો સ્ટન્ટ કોઈઍ ઝૂ કે પ્રાણીસંગ્રહાલયોમાં ઍમ જ ન કરવો જાઈઍ.(૩૮.૨૮)
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
