News of Wednesday, 24th June 2026
દીકરો જેની સાથે પ્રેમલગ્ન કરવાનો હતો તે છોકરી તો પોતાની દીકરી નીકળી
પરણીને વહુ નહીં પણ દીકરી જ ઘરમાં આવી : જોકે એમ છતાં માએ તેમનાં લગ્ન કરાવ્યાં કેમ કે દીકરો દત્તક લીધેલો હતો

સુજાૈ,તા.૨૪: ચીનમાં એક અનોખી ઘટના બની. સુજાૈ નામના ગામમાં એક મા પોતાના દીકરાનાં લગ્નની તૈયારીઓ હોંશે-હોંશે કરી રહી હતી ત્યારે તેને જીવનનો સૌથી આヘર્યજનક આંચકો મળ્યો હતો. દીકરો પ્રેમલગ્ન કરી રહ્યો હતો અને તે પહેલી વાર પોતાની દીકરાની વહુને મળી રહી હતી. દુલ્હાની મા એ માટે ખૂબ જ ઉત્સુક હતી. જોકે જેવી દુલ્હનને જોઈ કે તેના મનમાં હલચલ મચી. કન્યાના હાથ પર એક બર્થમાર્ક હતો. આ એવો જ બર્થમાર્ક હતો જેવો ૨૦ વર્ષ પહેલાં ખોવાયેલી તેની દીકરીના હાથમાં હતો. દીકરી સાવ ચાર-પાંચ વર્ષની હતી ત્યારે જ ખોવાઈ ગયેલી અને ૨૦ વર્ષ સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં મહિલા આશા ખોઈ ચૂકી હતી કે હવે તેને દીકરી મળશે.
જોકે દીકરાના વહુના સ્વરૂપમાં જે કન્યા આવી તે જ તેની દીકરી નીકળતાં તે જબરદસ્ત ખુશ થઈ ગઈ. તેણે દુલ્હનનાં માતા-પિતા પાસે જઈને સવાલ કર્યો કે આ તમારી પોતાની દીકરી છે કે દત્તક લીધેલી? તે દત્તક લીધેલી દીકરી હતી અને તેમણે તે છોકરીને કોઈક ચોર પાસેથી રેસ્ક્યુ કરીને બચાવી હતી.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
