<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

વૈશ્વિક ઓટોમોબાઈલ જાયન્ટ ફોર્ડ કંપનીનો મોટો યુ-ટર્ન:આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રયોગો ફ્લોપ જતાં ૩૫૦ નિવૃત્ત અને સીનિયર એન્જિનિયર્સને તાત્કાલિક નોકરી પર પાછા ફરવા ફરમાન

માનવ મગજ સામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હારી ગયું: કાર ડિઝાઇનિંગ અને મિકેનિકલ પરીક્ષણોમાં એઆઇ સિસ્ટમ્સ ફેઇલ થતાં કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ: અબજોના પ્રોજેક્ટ્સ બચાવવા વેટરન ઇજનેરો મેદાનમાં

નવી દિલ્હી:વૈશ્વિક સ્તરે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના આંધળા અનુકરણ વચ્ચે અમેરિકાની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ફોર્ડ મોટર્સ તરફથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફોર્ડના ગ્લોબલ ઓપરેશન્સ અને કોર્પોરેટ એન્ફોર્સમેન્ટ ડેટા મુજબ, કંપની દ્વારા છેલ્લા કેટલાક સમયથી વ્હીકલ ડિઝાઇન અને એન્જિન પર્ફોર્મન્સના સિમ્યુલેશન માટે જે અદ્યતન એઆઇ પ્રોગ્રામ્સ કાર્યરત કરાયા હતા, તેમાં ગંભીર (Algorithmic Performance Deficit) જોવા મળ્યું છે. આ સિસ્ટમ્સ દ્વારા તૈયાર કરાયેલા મોડલ્સ વાસ્તવિક રોડ સેફ્ટી અને મેન્યુફેક્ચરિંગ ધોરણો પર ખરા ઉતરી શક્યા નથી. આ અણધારી તકનીકી આફતના કારણે કરોડો ડોલરનું નુકસાન અટકાવવા માટે ફોર્ડ મેનેજમેન્ટે (Institutional Knowledge Reclamation) નો માર્ગ અપનાવ્યો છે. જે અંતર્ગત, જેમની પાસે ઓટોમોટિવ ક્ષેત્રનો દાયકાઓનો અનુભવ છે અને જેઓ કંપનીની મિકેનિકલ સિસ્ટમ્સના રગેરગથી વાકેફ છે, તેવા ૩૫૦ વરિષ્ઠ અનુભવી એન્જિનિયર્સને વિશેષ પેકેજ અને આગ્રહ સાથે કંપનીના મુખ્ય આર એન્ડ ડી (R&D) સેન્ટરમાં પાછા નિયુક્ત કરવામાં આવ્યા છે. ટેક નિષ્ણાતો આ ઘટનાને એઆઇના અતિશય હાઇપ (અતિશયોક્તિ) સામે માનવ મેધા અને વ્યવહારિક અનુભવના વિજય તરીકે જોઈ રહ્યા છે.

આ યોજના હેઠળ આગામી વર્ષોમાં સેમસંગ અને એસકે હાયનિક્સ મળીને તેમના સપ્લાયરો સાથે લગભગ ૮૦૦ ટ્રિલિયન વોન એટલે કે, અંદાજે ૫૧૮ અબજ ડોલરનું રોકાણ કરીને દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ચાર નવા એડવાન્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ (ફેબ) સ્થાપશે. આ ઉપરાંત ચુંગચિઓંગ વિસ્તારમાં અત્યાધુનિક ચિપ પેકેજિંગ ક્લસ્ટર માટે ૮૧ ટ્રિલિયન વોનનું વધારાનું રોકાણ પણ કરવામાં આવશે.રાષ્ટ્રપતિ લીએ જણાવ્યું કે વિશ્વમાં એઆઈની રેસમાં આગળ રહેવા માટે સેમિકન્ડક્ટર, ફિઝિકલ એઆઈ અને એઆઈ ડેટા સેન્ટર દેશના ભવિષ્યના વિકાસના મુખ્ય આધારસ્તંભ બનશે. સરકારે ૨૦૩૦ સુધી દેશમાં ઘઇછસ્ મેમરી ચિપનું ઉત્પાદન બમણું કરવાનો ટારગેટ નક્કી કર્યો છે. આ સાથે જ એઆઈ સર્વર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયેલી હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપના રિસર્ચ અને પ્રોડ્ક્શનને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.યોજનાનો ત્રીજો મહત્વપૂર્ણ ભાગ દેશભરમાં વિશાળ એઆઈ ડેટા સેન્ટર નેટવર્ક ઊભું કરવાનો છે. સરકાર અને પ્રાઈવેટ સેક્ટર મળીને ૨૦૩૫ સુધીમાં ૧,૦૦૦ ટ્રિલિયન વોનથી વધુનું રોકાણ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા ડેટા સેન્ટરો વિકસાવશે.

(6:13 PM IST)