તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
વૈશ્વિક મહાવિનાશ: વેનેઝુએલાના લા ગુએરામાં પ્રચંડ ભૂકંપથી ભારે તબાહી:તમામ સરકારી અધિકારીઓના મોત
રિક્ટર સ્કેલ પર ભારે તીવ્રતાના આંચકાથી ૧૮૯ જેટલી બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધ્વસ્ત: આખું રાજ્ય કાટમાળના ઢગલામાં ફેરવાયું: લશ્કર અને બચાવ ટુકડીઓ યુદ્ધના ધોરણે રવાના

નવી દિલ્હી:દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશમાંથી અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક સમાચાર આવી રહ્યા છે. વેનેઝુએલાના તટીય રાજ્ય લા ગુએરામાં આવેલા એક પ્રચંડ અને વિનાશક ભૂકંપે આખા પંથકને તહસ-નહસ કરી નાખ્યો છે. આ કુદરતી આફત એટલી તીવ્ર હતી કે સરકારી વહીવટી તંત્રની મુખ્ય બિલ્ડિંગ ધરાશાયી થતાં અંદર હાજર તમામ ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સ્ટાફ કાટમાળ નીચે દબાઈ જવાથી કાળમુખ્યો કોળિયો બની ગયા છે. પ્રારંભિક અહેવાલો મુજબ, જોરદાર આંચકાના કારણે પળભરમાં ૧૮૯ જેટલી મોટી ઈમારતો અને રહેણાંક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે, જેમાં સેંકડો લોકો ફસાયા હોવાની ભીતિ છે. આખા રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરીને સેના અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને કાટમાળ હટાવવા અને જીવતા લોકોને બહાર કાઢવા માટે કામે લગાડવામાં આવી છે.
વેનેઝુએલાના અંતરિમ પ્રમુખ રોડ્રિગેઝે જણાવ્યું છે કે, તાજેતરમાં 24 જૂનના રોજ આવેલા ભયાનક ભૂકંપમાં લા ગુએરા રાજ્યના લગભગ તમામ સરકારી અધિકારીઓના મોત થયા છે. કારાકાસની ઉત્તરે આવેલું આ તટીય રાજ્ય ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. પ્રમુખે ઉમેર્યું કે, આપત્તિના તુરંત બાદ દેશની આપાતકાલીન વ્યવસ્થાને ઍલર્ટ કરી સક્રિય કરવામાં આવી હતી અને 4000 જેટલા અધિકારીઓને રાહત તેમજ બચાવ કાર્યમાં તહેનાત કરવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ, વેનેઝુએલાની સરકારે ભૂકંપ બાદ તુરંત જ આંતરરાષ્ટ્રીય મદદની માંગ કરી હતી. અંતરિમ પ્રમુખ રોડ્રિગેઝે રાહત કાર્યમાં સહયોગ આપવા બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અલ સલ્વાડોરના પ્રમુખ બુકેલે અને અન્ય વિદેશી સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, દેશના પુનર્નિર્માણ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના સહયોગથી 200 મિલિયન ડોલરનું ફંડ બનાવવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે આરોપ પણ લગાવ્યો કે કેટલીક 'મીડિયા લેબોરેટરીઝ' દ્વારા રાહત કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરાયો હતો, પણ આ અંગે વધુ વિગત આપી નથી.
લા ગુએરા રાજ્યમાં ભૂકંપના કારણે 189 ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટેનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ રાખવામાં આવ્યું છે અને તેને સમાપ્ત કરવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાની અને લોકોને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
