તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
વધતા જતા યુદ્ધના કારણે વૈશ્વિક ચિંતામાં ભારે વધારો: કુવૈત એરપોર્ટ સંપૂર્ણ ઠપ: પાણીની ગંભીર કટોકટી વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં તોતિંગ ઉછાળો
મિડલ ઈસ્ટની કટોકટીની વિશ્વભરના બજારો પર સીધી અસર: ફ્લાઈટો રદ થતાં હજારો મુસાફરો અટવાયા: મોંઘવારીનો નવો ભસ્માસુર ફાટી નીકળવાની દહેશત

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની વિનાશક અસરો હવે અન્ય દેશો પર પણ ખૂબ જ ગંભીર રીતે પડવાની શરૂ થઈ ચૂકી છે, જેના ભાગરૂપ સુરક્ષાના કારણોસર કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની તમામ કામગીરી અને ફ્લાઈટોને સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવતા વૈશ્વિક હવાઈ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે; આ યુદ્ધકાલીન પરિસ્થિતિના લીધે કુવૈતમાં સપ્લાય ચેઈન તૂટી પડતાં પીવાના પાણીની પણ અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ છે, તો બીજી તરફ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં રાતોરાત તોતિંગ અને રેકોર્ડબ્રેક ઉછાળો આવવાના કારણે આગામી દિવસોમાં વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવાની અને તેના લીધે ભયંકર મોંઘવારી વધવાની ગંભીર સંભાવનાઓ પ્રબળ બની છે, જેને પગલે સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વના તમામ મોટા દેશોની ચિંતામાં પણ રાતોરાત વધારો થયો છે અને આ આર્થિક તેમજ ભૌગોલિક કટોકટીમાંથી ઉગરવા માટે વૈશ્વિક સ્તરે ઈમરજન્સી બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
ઈરાનના સખત હુમલાને કારણે કુવૈત ભારે મુશ્કેલીમાં મૂકાયું છે. વારંવાર થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલાના જોખમને પગલે કુવૈત ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઈરાની હુમલામાં કુવૈતના એક પાવર જનરેશન અને દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટ (ડીસેલિનેશન પ્લાન્ટ) પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કુવૈતના વોટર પ્લાન્ટ પર આ બીજો હુમલો છે, જેનાથી નાગરિક સુવિધાઓ પર મોટું સંકટ ઊભું થયું છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓએ કુવૈતમાં આવેલા અમેરિકાના સૈન્ય સપોર્ટ સેન્ટર 'કેમ્પ આરિફજાન' પર હુમલો કર્યો છે અને અલી અલ સાલેમ એર બેઝ પર ફેસિલિટી રડાર તોડી પાડ્યું છે. આ ઉપરાંત, બહેરીનમાં આવેલા શેખ ઇસા એર બેઝ અને ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, ગાર્ડ્સે જોર્ડનમાં આવેલા અલ અઝરક યુએસ બેઝ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરીને અમેરિકાના બે ફાઇટર એરક્રાફ્ટ સહિત અન્ય ત્રણ વિમાનો નાશ પામ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, ન્યૂઝ એજન્સી રોઇટર્સ આ અહેવાલોની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
