તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th July 2026
વૈશ્વિક સ્તરે યુદ્ધના ભણકારા: ઈરાનના ભીષણ હુમલામાં વધુ ૩ અમેરિકન સૈનિકો શહીદ થતાં ટ્રમ્પ લાલચોળ: પ્રચંડ પલટો પ્રહાર કરવાની આપી ખુલ્લી ધમકી
પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચતા વૈશ્વિક બજારોમાં ભારે હલચલ: અમેરિકા ગમે તે ઘડીએ ઈરાન પર મોટા સૈન્ય એક્શન લે તેવી પૂરેપૂરી સંભાવના

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાન સમર્થિત જૂથો દ્વારા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવેલા એક ઘાતક ડ્રોન અને મિસાઈલ હુમલામાં વધુ ૩ અમેરિકન સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના સત્તાવાર અહેવાલથી વિશ્વભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે; આ ઘટનાને પગલે અત્યંત ક્રોધિત થયેલા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે અમેરિકન સૈનિકોનું બલિદાન એળે નહીં જાય અને ઈરાને આ હિચકારા કૃત્યની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે, જેને પગલે વ્હાઇટ હાઉસ ખાતે તાકીદની હાઈ-લેવલ સિક્યુરિટી મીટિંગ બોલાવીને ઈરાનના સૈન્ય મથકો તેમજ વ્યૂહાત્મક ઠેકાણાઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો જવાબી હુમલો કરવાની સૈન્ય બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં ગમે તે ક્ષણે સાર્વત્રિક યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે વિશ્વના તમામ દેશો એલર્ટ મોડ પર આવી ગયા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ રવિવારે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, 18 જુલાઈના રોજ ઉત્તરી ઈરાકમાં તોડી પાડવામાં આવેલા ઈરાનના 'વન-વે એટેક ડ્રોન'ના વિસ્ફોટક સાધનોને નિયંત્રિત રીતે નષ્ટ કરવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટના સાથે જ છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકી સૈનિકોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. CENTCOM અનુસાર, સૈનિકોની ઓળખ હાલ ગુપ્ત રાખવામાં આવી છે.
બનાવના કલાકોમાં જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપતાં કહ્યું કે, “અમેરિકાએ આજે રાત્રે ઈરાન પર ખૂબ જ આકરો પ્રહાર કર્યો છે.” યુએસ સૈન્યએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા વ્યસ્ત દરિયાઈ માર્ગોમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાઓને નષ્ટ કરવા આ એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલા બાદ દક્ષિણ-પૂર્વ બંદર શહેર ચાબહાર અને ઉત્તર-પશ્ચિમ શહેર તબરીઝમાં જોરદાર વિસ્ફોટ સંભળાયા હતા, જેના પગલે નજીકના કોનાર્કમાં ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
