તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 14th July 2026
વૈશ્વિક તેલ બજાર પર મોટું સંકટ: યમનની ધમકીથી ક્રૂડ ઓઈલ $200 થવાની દહેશત: હોર્મુઝ અને બાબ-અલ-મંડેબ રૂટ રડાર પર
ઈરાનના પગલે હુથી સંગઠન આક્રમક મૂડમાં: એશિયા અને યુરોપ વચ્ચેનો મુખ્ય સપ્લાય રૂટ જોખમમાં: ભારતના આયાત-નિકાસ વેપાર પર પણ ગંભીર અસર થવાની સંભાવના

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે મોંઘવારીની આગ હજુ માંડ શાંત પડી છે ત્યાં મિડલ ઈસ્ટના યુદ્ધના ભણકારાએ દુનિયાભરના શેરબજારો અને ઓઇલ માર્કેટના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) બંધ કરવાની ચેતવણી આપ્યા બાદ, યમન પર અંકુશ ધરાવતા હુથી વિદ્રોહીઓએ વૈશ્વિક સમુદાયને લલકારતા કહ્યું છે કે જો પશ્ચિમી દેશો અને ઇઝરાયેલ દ્વારા તેમની સૈન્ય કાર્યવાહી રોકવામાં નહીં આવે, તો તેઓ બાબ-અલ-મંડેબ (Bab-al-Mandab) અને લાલ સમુદ્રના તમામ ટ્રેડિંગ રૂટ્સ પર શિપિંગ બ્લોકેડ (નાકાબંધી) કરી દેશે. આ સપ્લાય કટના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો અડધો થઈ જશે, જેનાથી કિંમતો વર્તમાન સ્તરથી બમણી થઈને ૨૦૦ ડોલર વટાવી શકે છે.
આ દરમિયાન, હવે યમન ધમકી આપી રહ્યું છે કે, તે હોર્મુઝની જેમ જ બીજો એક વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ બંધ કરી દેશે, જેનાથી કાચા તેલની કિંમત 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો વૈશ્વિક સ્તરે મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી જશે, અને વિશ્વભરના શેરબજારોમાં ભારે કડાકો આવી શકે છે.
વૈશ્વિક એનર્જી સપ્લાય અને દરિયાઈ વેપારની ચિંતાઓ વચ્ચે, યમને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'બાબ અલ-મંડેબ' (Bab-el-Mandeb Strait) ને બંધ કરવાની ધમકી આપી છે. બાબ અલ-મંડેબ એ હોર્મુઝની જેમ જ એક મહત્વનો ચોકપોઈન્ટ છે. આ જળમાર્ગ લાલ સમુદ્ર (Red Sea)ને અદનની ખાડી (Gulf of Aden) અને હિંદ મહાસાગર સાથે જોડે છે.
જો આ રસ્તો બંધ થઈ જશે, તો વૈશ્વિક શિપિંગ સંપૂર્ણપણે ખોરવાઈ જશે, જેનાથી ભારતના વેપાર માર્ગો પર પણ ગંભીર અસર થશે. યમનના અંસારુલ્લાહ આંદોલનના રાજકીય બ્યુરોના સભ્ય મોહમ્મદ અલ-ફરાહે જણાવ્યું હતું કે, જો સાઉદી અરેબિયા યમનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા ચાલુ રાખશે, તો એક સંયુક્ત ગઠબંધન હેઠળ બાબ અલ-મંડેબ અને હોર્મુઝ બંને જળમાર્ગો બંધ કરી દેવામાં આવશે. તેનાથી તેલની કિંમતો આસમાને પહોંચીને 200 ડોલર પ્રતિ બેરલ થઈ જશે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે એક ભયાનક ઝટકો હશે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
