News of Saturday, 10th October 2026
વૈશ્વિક રાજકારણ: મહાયુદ્ધના મેદાનમાંથી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે "રશિયા હવે અમેરિકાને ડીઝલ સપ્લાય કરશે" તેવી ધડાકેદાર જાહેરાત કરતા જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અતિ-ક્રોધિત થઈને ભડકી ઉઠ્યા
રશિયા પરના વૈશ્વિક પ્રતિબંધોની ધજાગરા ઉડાવીને પૂતિન સાથે કરોડોના ડીઝલ સોદાના આ ઘાતક અને શરમજનક ખેલથી યુરોપિયન યુનિયન અને નાટોના દેશોના ઉડી ગયા હોશઃ વોશિંગ્ટનથી લઈને કિવ અને મોસ્કો સુધી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:અમેરિકા, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણને હચમચાવી નાખતો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભર્યું નિવેદન આપતા જાહેરાત કરી દીધી છે કે ઊર્જા સંકટને પહોંચી વળવા માટે રશિયા હવે અમેરિકાને સીધું ડીઝલ મોકલશે. યુદ્ધના આ મહા-માહોલમાં રશિયા પાસેથી ઈંધણ ખરીદવાના આ આશ્ચર્યજનક નિર્ણયથી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે.
રશિયા સાથેના આ ડીઝલ કરારની યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ આલોચના કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, 'પુતિનને આ પ્રકારની ભેટ આપવાથી દુનિયાને કોઈ શાંતિ કે ફાયદો નહીં થાય. ઝેલેન્સ્કીના મતે, પેટ્રોલિયમ પ્રોડક્ટ વેચવાની પરવાનગી આપવાથી રશિયાને યુદ્ધ ચાલુ રાખવા માટે વધારાનું ભંડોળ (ફંડ) અને સંસાધનો મળી રહેશે, જેનાથી યુદ્ધ લાંબું ખેંચાશે.'
આ સમજૂતી એવા સમયે જાહેર કરવામાં આવી છે જ્યારે યુક્રેનનું એક પ્રતિનિધિ મંડળ (ડેલિગેશન) રશિયા સાથેના સંઘર્ષને ઉકેલવા માટે અમેરિકાની મુલાકાતે હતું. ઝેલેન્સ્કીએ આ પગલાને મજબૂત ભાગીદારો દ્વારા લેવાયેલો એક નબળો નિર્ણય ગણાવ્યો છે. તેમણે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, 'મને લાગે છે કે મારી ટીમનો ઉપયોગ માત્ર એક મોહરા તરીકે કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી અને ભાગીદારોએ એકબીજા સાથે આવું વર્તન ન કરવું જોઈએ.'
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
