<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ગૂગલનો ટેકનોલોજી જગતમાં ભીષણ સ્ફોટ: વિશ્વનું સૌથી તાકાતવર AI મોડલ 'Gemini 4 Argon' ધડાકાભેર લોન્ચ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં મચ્યો હાહાકાર

માનવ મગજને પણ માત આપે તેવી અકલ્પનીય ક્ષમતા અને સુપર સ્પીડથી ટેક કંપનીઓમાં સન્નાટો: ઓપનએઆઈ અને માઇક્રોસોફ્ટના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વૈશ્વિક ટેકનોલોજીના ક્ષેત્રમાંથી આખી દુનિયાના હોશ ઉડાવી દેતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) યુગનો નવો ઇતિહાસ રચતા અત્યંત સ્ફોટક સમાચાર સામે આવ્યા છે. વિશ્વની સૌથી મોટી ટેક દિગ્ગજ કંપની ગૂગલે (Google) અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી અને આધુનિક AI મોડલ 'Gemini 4 Argon' અધિકૃત રીતે લોન્ચ કરીને સમગ્ર આઇટી જગતમાં જબરદસ્ત સપાટો બોલાવ્યો છે. ગૂગલના આ નવા સુપર-ઇન્ટેલિજન્ટ મોડલમાં જટિલ કોડિંગ, અદ્યતન ડેટા પ્રોસેસિંગ અને માનવ મગજ કરતાં પણ વધુ ઝડપી નિર્ણયો લેવાની વિસ્ફોટક ક્ષમતાઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ગૂગલના જણાવ્યા અનુસાર, તેના એન્ટીગ્રેવિટી પ્લેટફોર્મ પર જેમિની 4 Argonનો ઉપયોગ કરતી ટીમોમાં એઆઈ એજન્ટ દ્વારા કોડ સબમિશનમાં ૩૫ ટકાથી વધુનો વધારો થયો છે. કોડમાં ભૂલોને કારણે અગાઉના વર્ઝન પર પાછા ફરવાની ઘટનાઓમાં લગભગ ૩૩ ટકા જેટલો ઘટાડો થયો છે. ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝરના કોડમાં ફેરફાર કરવા માટે પણ આ મોડેલનો ઉપયોગ કર્યો હતો.
Chromiumના આશરે ચાર કરોડ લાઇનના કોડબેઝમાં જૂના કોડના લગભગ ૬૦ લાખ લાઇનના એક ભાગને અલગ કરવાની પ્રક્રિયામાં છર્યિહએ મદદ કરી હતી. આ કામમાં સેંકડો ફાઇલોમાં ફેરફાર કરવાની જરૂર હતી. જે કામમાં મહિનાઓ લાગી શકે તે કામ તેણે અઠવાડિયામાં પૂર્ણ કર્યું હતું. ડેલોઈટ, એમ્બિયન્સ હેલ્થકેર, લેક્સિનેક્સિ અને આસોમોફક લેબ્સ જેવી કંપનીઓ આ મોડલ યુઝ કરી રહી છે.

(6:30 PM IST)