તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ખાડી યુદ્ધની ઝાળ આફ્રિકા સુધી પહોંચી: ઇજિપ્તમાં સનસનાટીભર્યો ડ્રોન હુમલો: દરિયાઈ વિસ્તારમાં બે જહાજોને ભારે નુકસાન
લાલ સમુદ્ર (Red Sea) પર સુરક્ષા સંકટ વધુ ઘેરું બન્યું: વ્યૂહાત્મક જળમાર્ગો પર હુમલા વધતાં ગ્લોબલ સપ્લાય ચેઇન અને વેપાર પર ગંભીર અસરોની ભીતિ

નવી દિલ્હી: મધ્ય પૂર્વ અને ખાડી દેશો વચ્ચે ચાલી રહેલો ભીષણ સંઘર્ષ હવે આફ્રિકન ખંડ સુધી વિસ્તરી રહ્યો હોય તેમ ઇજિપ્તના દરિયાઈ વિસ્તાર નજીક એક મોટી લશ્કરી ઘટના સામે આવી છે; ઇજિપ્તના તટીય વિસ્તાર નજીક આવેલા મહત્વના દરિયાઈ માર્ગ પર અચાનક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તે વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બે મોટા કોમર્શિયલ જહાજોને ભારે નુકસાન પહોંચ્યું છે; આ હુમલા બાદ લાલ સમુદ્ર અને આસપાસના જળમાર્ગો પર આંતરરાષ્ટ્રીય જહાજોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે; ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચતાં વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ અને દરિયાઈ વેપાર પર વિપરીત અસર પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ઇજિપ્તની સુરક્ષા એજન્સીઓએ આ ઘટના બાદ સરહદી અને દરિયાઈ વિસ્તારમાં હાઈ અલર્ટ જાહેર કર્યું છે.
ઇજિપ્તના વડાપ્રધાનની ઓફિસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દર્શાવે છે કે ડ્રોન હુમલાના કારણે બે જહાજ પર હુમલો થયો છે. અમેરિકા-ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી ઇજિપ્ત પર કોઈ હુમલો થયો ન હતો. હવે ઇજિપ્ત પર આ પહેલો હુમલો થયો છે. આ હુમલો ઇરાન કે તેના સહયોગીઓએ કર્યો હોવાનો માનવામાં આવે છે. જો કે હજી સુધી આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી, પરંતુ જો આવું ખરેખર થયું હશે તો યુદ્ધનો વ્યાપ છેક આફ્રિકા સુધી લંબાયો હોવાનું મનાશે. જો કે ઇજિપ્તની પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ હુમલાને બંદરમાં કોઈ નુકસાન થયું નથી. બંદર પૂર્ણ ક્ષમતાએ કાર્યરત છે. આ ઉપરાંત બુધવારે ઇરાને કરેલા હુમલાનો જવાબ આપતા અમેરિકન લશ્કરે ગુરુવારે ઇરાનના ડઝનથી પણ વધુ સ્થળોને લક્ષ્યાંક બનાવ્યા હતા. તેમા પણ ખાસ કરીને ઇરાનના કાશમ બંદર પર અમેરિકાએ બે કલાક સુધી બોમ્બમારો કર્યો હતો. તેમા એક બાળક સહિત ત્રણના મોત થયા હતા. આ બંદર ઇરાન માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે. અહીં તેના લશ્કરી કમાન્ડની ઓફિસ છે, આ બંદર પરથી તે હોર્મુઝ પર નજર રાખે છે. અમેરિકન લશ્કરના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ઇરાનના ડઝનેક સ્થળોને નિશાન બનાવ્યા છે. તેમા મિલિટરી કમાન્ડ સેન્ટરથી લઈને મિસાઇલ અને ડ્રોન એકમો, ડિફેન્સ સાઇટ્સ અને કોસ્ટલ સર્વેલન્સનો સમાવેશ થાય છે. ઇરાન જંગમાં ઇરાન અને ચીન વચ્ચેના સંબંધો સંતુલિત રહ્યા છે. આ બધા વચ્ચે કુવૈતમાં ચીનની કંપનીના બિલ્ડિંગ પર હુમલો અને કર્મચારીના મોતના કારણે બંને દેશોના સંબંધોને અસર પડી શકે છે. જો કે કૂટનીતિક ધોરણે તો ચીને અમેરિકા-ઇઝરાયેલના હુમલાની નિંદા કરી છે. ઇરાનના સાર્વભૌમત્વનું સમર્થન કર્યુ અને યુદ્ધવિરામની અપીલ કરી. તેની સાથે પાક સાથે મળીને શાંતિ પ્રસ્તાવ આપી ઇરાનને યુદ્ધ રોકવા પ્રેરિત કર્યુ.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
