તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 24th July 2026
હાય હાય! કળિયુગી માતાએ બધી મર્યાદા ઓળંગીઃ સગી દીકરીને પતિને હવાલે કરી
એક એવો હૃદયદ્રાવક અને ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે જેણે પવિત્ર માતૃત્વના સંબંધને કલંકિત કરી દીધો : માતાએ પોતાની જ ૧૧ વર્ષની બાળકીને પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરીઃ માસૂમ બાળકી ગર્ભવતી બની

ઓક્લાહોમા,તા.૨૪: સમાજમાં માતાને પ્રેમ, સુરક્ષા અને કરુણાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ એક એવો હૃદયદ્રાવક અને ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે જેણે પવિત્ર માતૃત્વના સંબંધને કલંકિત કરી દીધો છે. એક સગી માતાએ પોતાની જ ૧૧ વર્ષની બાળકીને પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. આ બાળ શોષણ અને અમાનવીય અત્યાચારના કારણે માસૂમ બાળકી ગર્ભવતી બની ગઈ હતી. જાણો શું છે સમગ્ર મામલો?
અમેરિકાના ઓક્લાહોમા રાજ્યના મસ્કૌગી કાઉન્ટીમાં એક એવો મામલો સામે આવ્યો છે જે કોઈ પણ માણસની રૂહ કાંપી દે એવો છે. અહીં એક માતાએ પોતાની ૧૧ વર્ષની સગીર પુત્રીને પોતાના પતિના હવાલે કરી દીધી અને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ માત્ર ચાઈલ્ડ સેક્સ એબ્યુઝ જ નહીં, પરંતુ કલિયુગી માતાનું સૌથી ભયાનક ઉદાહરણ બની ગયું છે.
ચેરી વોકર પર પોતાના પતિ ડસ્ટિન વોકર દ્વારા ૧૧ વર્ષની પુત્રીનું જાતીય શોષણ થઈ રહ્યું હોવાની જાણ હોવા છતાં તેને ન રોકવાનો આરોપ છે. કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા અનુસાર માતાએ માત્ર આ જઘન્ય અપરાધને અંજામ આપવા દીધો એટલું જ નહીં, પરંતુ નવ મહિનાની પ્રેગ્નેન્સી દરમિયાન બાળકીને કોઈ પણ પ્રકારની મેડિકલ સુવિધા ન આપી. અંતમાં ઘરમાં જ કોઈ ડોક્ટર કે નર્સની મદદ વગર ડિલિવરી કરાવવામાં આવી હતી.
મામલાની શરૂઆત કેવી રીતે થઈ? ઓગસ્ટ ૨૦૨૫માં જ્યારે ઓથોરિટીઝને ખબર પડી કે, વોકર પરિવારના ઘરમાં ૧૧વર્ષની બાળકીએ કોઈ પણ પ્રેનેટલ કેર વગર બાળકને જન્મ આપ્યો છે તો તપાસ શરૂ થઈ હતી. ઈમરજન્સી રિસ્પોન્ડર્સ, પોલીસ, મેડિકલ પ્રોફેસનલ્સ અને ચાઈલ્ડ પ્રોટેક્શન એજન્સીઓએ મળીને કેસની તપાસ કરી હતી. ડીએનએ ટેસ્ટમાં પુષ્ટિ થઈ કે, બાળકનો પિતા ડસ્ટિન વોકર જ છે.
ટ્રાયલ દરમિયાન ચાર દિવસ સુધી સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા, જેમાં ઈમરજન્સી ટીમ, પોલીસ અધિકારીઓ, ડોક્ટર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વિસીસના કર્મચારીઓ, ચર્ચના સભ્યો અને પરિવારના લોકો સામેલ હતા. જ્યુરીએ તમામ પુરાવાઓને જોતા ચેરી વોકરને એક કાઉન્ટ એનેબલિગ ચાઈલ્ડ સેક્શ્યુઅલ એબ્યુઝ અને છ કાઉન્ટ ચાઈલ્ડ નેગ્લેક્ટમાં દોષી ઠેરવી હતી. જ્યુરીએ દરેક આરોપ પર લાઈફ ઈમ્પ્રીઝનમેન્ટ (આજીવન કારાવાસ)ની ભલામણ કરી છે.
પિતાને પણ મળી સજા ડસ્ટિન વોકરે માર્ચ ૨૦૨૬માં એક કાઉન્ટ સેક્શ્યુઅલ એબ્યુઝ ઓફ ચાઈલ્ડ અંડર ૧૨ અને ૬ કાઉન્ટ ચાઈલ્ડ નેગ્લેક્ટનો ગુનો કબૂલી લીધો હતો. કોર્ટે તેને સેક્શ્યુઅલ એબ્યુઝ માટે લાઈફ ઈમ્પ્રીઝનમેન્ટ અને નેગ્લેક્ટના મામલાઓમાં સતત સજાઓ સંભળાવી છે. આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ એટોર્ની જેનેટ હટસને કોર્ટમાં કહ્યું કે, આ બાળકીની જિદગી હંમેશા માટે બરબાદ થઈ ગઈ છે. તેણે કહ્યું હતું કે, ‘‘આ બાળકી ભયાનક યાતનામાંથી પસાર થઈ છે. માત્ર તેને ગર્ભવતી કરવામાં આવી એટલું જ નહીં પરંતુ ઘરમાં મેડિકલ મદદ વગર ડિલિવરી કરાવવામાં આવી હતી. આ તેના પૂરા જીવન પર અસર પાડશે.''
માતાને હતી બધી ખબર ચેરી વોકર પર આરોપ છે કે, તે જાણતી હતી કે તેનો પતિ પોતાની પુત્રીનું શોષણ કરી રહ્યો છે પરંતુ તેણે બાળકીની રક્ષા ન કરી અને, ગુનાઓ છુપાવવામાં મદદ કરી હતી. આ પ્રકારની ઘટનાઓ સમાજના નૈતિક પતનને દર્શાવે છે જ્યાં માતાની સૌથી મોટી ફરજ પોતાની સંતાનની સુરક્ષા કરવાની હોય છે, પરંતુ અહીં માતા પોતે ગુનાની ભાગીદાર બની ગઈ હતી. આ મામલો પૂરા અમેરિકામાં ચર્ચાનો વિષય બની ગયો છે. ચાઈલ્ડ રાઈટ્સ એક્ટિવિસ્ટ્સે કહ્યું કે, આવા મામલાઓમાં સખતમાં સખત સજા જરૂરી છે જેથી અન્ય સંભવિત ગુનાઓ રોકી શકાય.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
