તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 15th October 2026
પાકિસ્તાનમાં કાળજું કંપાવતી ગોઝારી હોનારત: સ્કૂલની જર્જરિત છત અચાનક ધરાશાયી થતાં ૧૬ માસૂમ બાળકોના મોત: ૪૦થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
માસૂમ વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર દેશમાં હાહાકાર અને શોકનું મોજું: તંત્રની ઘોર બેદરકારી સામે વાલીઓ અને જનતાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:પાડોશી દેશ પાકિસ્તાનમાંથી શિક્ષણ જગતને હચમચાવી નાખતી અને કાળજું કંપાવતી અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં આવેલી એક સ્કૂલની અચાનક જર્જરિત અને ખખડધજ છત ધડાકાભેર ધરાશાયી થઈ જવાથી ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. સ્કૂલના વર્ગખંડમાં અભ્યાસ કરી રહેલા ૧૬ જેટલા માસૂમ બાળકો કાટમાળ નીચે દબાઈ જવાના કારણે કાળનો કોળિયો બની ગયા છે, જ્યારે ૪૦થી વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થતાં હસ્પીટલમાં ખસેડાયા છે.
આ દુર્ઘટના પેશાવરના દિર કોલોનીમાં સર્જાઈ હતી. કેપિટલ સિટી પોલીસી ઓફિસર ડૉ. મિયા સઈદે આ દુર્ઘટના વિશે જાણકારી આપી હતી. ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં કાટમાળમાં ફસાયેલા બાળકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિક હોસ્પિટલના પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે મૃત્યુ પામનારા બાળકોની વય લગભગ 13 વર્ષની આજુબાજુ જ છે. જ્યારે તેમને ભણાવી રહેલ ટીચરનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે આ તમામ લોકોને કાટમાળ હટાવીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ત્યારે આ તમામ લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. જોકે હજુ પણ 40થી વધુ બાળકો છે જેમની સારવાર ચાલી રહી છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
