<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

મધ્ય આકાશમાં મસ્કત-બેંગ્લુરુ ફ્લાઈટમાં કાળજું કંપાવનારો ભયાનક ધડાકોઃ ટેક-ઓફ બાદ જ પાઈલટની તબિયત ભયાનક લથડતાં વિમાનનું સટાકથી ઈમરજન્સી લેન્ડિંગ

આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ૨૦૦થી વધુ મુસાફરોના જીવ અધ્ધર: કો-પાઈલટે સૂઝબૂઝ બતાવી માતબર પ્લેન સલામત ઉતાર્યુંઃ ઈમરજન્સી મેડિકલ એલર્ટ જાહેર થતાં એરપોર્ટ પર ભારે સનસનાટી અને સન્નાટો

નવી દિલ્હી: મસ્કતથી બેંગ્લુરુ તરફ આવી રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં મધ્ય આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ કાળજું ધ્રૂજાવી દેતી અને મુસાફરોના હોશ ઉડાવી દેતી એક અતિ-સનસનાટીભરી ઘટનાનો ભયાનક ધડાકો સામે આવ્યો છે! વિમાને મસ્કત એરપોર્ટ પરથી સફળતાપૂર્વક ઉડાન ભર્યાના થોડા જ સમયમાં મુખ્ય પાઈલટની તબિયત અચાનક ભયાનક રીતે લથડી પડી હતી. પાઈલટ અસ્વસ્થ થતાં જ વિમાનમાં સવાર ૨૦૦થી વધુ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ચારેય તરફ ચીસાચીસ ને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો!
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 3 સપ્ટેમ્બરના રોજ ઓપરેટ થઈ રહેલી આ ફ્લાઇટમાં પાઈલટને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી હતી. મસ્કત એરપોર્ટ પર ફ્લાઇટનું સક્ષમ રીતે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ તુરંત જ મેડિકલ ટીમે પાઈલટની સારવાર શરૂ કરી દીધી હતી. એરલાઇને સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક સારવાર બાદ હવે પાઈલટની તબિયતમાં સુધાર છે.
ફ્લાઇટ ડાયવર્ટ થવાના કારણે મુસાફરોને મસ્કત એરપોર્ટ પર થોડો સમય રોકાવું પડ્યું હતું. આ સમયગાળા દરમિયાન એરલાઇન તરફથી મુસાફરો માટે રિફ્રેશમેન્ટ અને નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, સાથે જ ઉડાન અંગેની માહિતી સતત શેર કરવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત રીતે બેંગલુરુ પહોંચાડવા માટે ઇન્ડિગોએ વૈકલ્પિક વિમાન અને નવા ક્રૂ મેમ્બર્સની ટીમને તહેનાત કરી દીધી છે.
અચાનક રૂટ બદલાવાને કારણે મુસાફરોને પડેલી અગવડતા બદલ ઇન્ડિગો એરલાઇન્સે દિલગીરી વ્યક્ત કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે મેડિકલ ઇમરજન્સીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા જ સૌથી પ્રાથમિકતા હોય છે અને તે જ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અનિચ્છનીય વિલંબ માટે એરલાઇને મુસાફરોની માફી માંગી છે.

 

(5:33 PM IST)