News of Tuesday, 1st September 2026
નેપાળમાં હૃદયદ્રાવક ભયાનક કરૂણાંતિકાનો ધડાકોઃ એક જ રૂમમાંથી એકસાથે ૨૧ કાળજું ધ્રૂજાવતા મૃતદેહ મળ્યા: માતાના ખોળામાં વળગેલી માસૂમ બાળકી જોઈ આખું વિશ્વ રડી પડ્યું
નેપાળમાં કાળનો ક્રૂર પંજો: એક જ રૂમમાંથી ૨૧ લાશો મળતાં સમગ્ર પંથકમાં ભયાનક સન્નાટોઃ માતાના ખોળામાં માસૂમ બાળકીનો મૃતદેહ જોઈ ઉપસ્થિત લોકોના કાળજાં ફાટી ગયા

નવી દિલ્હી: નેપાળમાંથી માનવતાને ધ્રૂજાવી દે તેવી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટનાનો સનસનાટીભર્યો ધડાકો સામે આવ્યો છે! અહીં એક મકાનના માત્ર એક જ રૂમમાંથી એકસાથે ૨૧ નિર્દોષ લોકોના મૃતદેહ મળી આવતાં સમગ્ર દેશમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. સૌથી વધુ કરુણ દ્રશ્ય તો ત્યારે સર્જાયું જ્યારે એક માસૂમ નાની બાળકી પોતાની માતાના ખોળામાં વીંટળાયેલી હાલતમાં જ મૃત હાલતમાં મળી આવી હતી! આ કાળજું કંપાવનારી ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એક જ રૂમમાં ૨૧ જીવ હોમાઈ જવાની આ ભયાનક કરૂણાંતિકાથી આખી દુનિયામાં સન્નાટો છવાઈ ગયો છે!
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટે ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં આવેલા ભયાનક પૂરે આ મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. પૂરનું પાણી સતત વધતાં લોકો જીવ બચાવવા માટે મકાનના સૌથી ઉપરના માળે ભાગી ગયા હતા, પરંતુ આખું મકાન કાદવ-કાટમાળમાં દબાઈ ગયું હતું. મકાનના એક જ રૂમમાંથી 21 અને બહારથી 2 મૃતદેહ મળ્યા છે, જેમાં એક મહિલા પોતાના નાના બાળકને છાતીએ વળગાડેલી હાલતમાં મળી આવી હતી. મૃતદેહો સાથે મળેલા સામાન અને બેગ પરથી તેઓ શ્રદ્ધાળુઓ હોવાનું માનવામાં આવે છે. મળેલા મૃતદેહમાંથી એક વિદેશી નાગરિક જેવો પણ દેખાઈ રહ્યો છે.
સ્થિતિ વધુ વણસતાં રસુવા જિલ્લાના ઉત્તરગયા ગામમાંથી આશરે 350 જેટલા વિદ્યાર્થીઓ ગુમ હોવાના અહેવાલ છે, જેમની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. આ સિવાય ત્રિશૂલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 40-42 એન્જિનિયરો અને ત્રિશૂલી 3B પ્રોજેક્ટના 118 કર્મચારીઓ સાથે સંપર્ક તૂટી જતાં તેમની શોધખોળ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખરાબ હવામાનના કારણે પ્રોજેક્ટ સાઇટ પર રેસ્ક્યૂ કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે.
આ મુશ્કેલ સમયમાં નેપાળી સેનાની સાથે ભારતીય રેસ્ક્યૂ ટીમે પણ રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવ્યું છે. ભારતીય નિષ્ણાતોની ટીમે ખરાબ હવામાન અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે રસુવા જિલ્લાના ચિલીમે અને લાંગટાંગ વિસ્તારમાં આવેલી ટનલોમાં ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવાના અભિયાનમાં પ્રારંભિક સફળતા મેળવી છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
