<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ભારે કરી! ૫૪ વર્ષના કાકાએ ૨ કિલોનું ડંબલ પ્રાઈવેટ પાર્ટમાં ફસાવી દીધો

યૌન પ્રકૃતિનો એક અજીબોગરીબ મામલો : હાલત ખરાબ થતાં ડોક્‍ટર પાસે દોડવું પડ્‍યું

સાઉ પાઉલો, તા. ૧૫ : બ્રાઝિલના એક શખ્‍સના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનું એક ડંબલ ફસાઈ ગયું જે બાદ તેને અસહ્ય દુખાવો થતાં ડોક્‍ટર પાસે લઈ જવો પડ્‍યો. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ વ્‍યક્‍તિની ઓળખ જાહેર કરવામાં નથી આવી. ૫૪ વર્ષના આ શખ્‍સે ૨ કિલોનું ડંબલ ખુદ પોતાના શરીરની અંદર નાખી દીધું, જેના બે દિવસ બાદ તેને ડોક્‍ટર પાસે જવા મજબૂર થવું પડ્‍યું. પેટમાં દુખાવો, ગભરામણ અને શૌચ કરવામાં તકલીફ બાદ આ શખ્‍સ મનૌસની એક હોસ્‍પિટલમાં પહોંચ્‍યો. ડોક્‍ટરે રેક્‍ટલની તપાસ કરી અને તેને લક્ષણોથી સંબંધિત કોઈ નિશાન જોવા મળ્‍યા નહીં.

ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર, ડોક્‍ટરે તેનો એક્‍સ-રે કરવાનો નિર્ણય લીધો. ડોક્‍ટરે જણાવ્‍યું કે, આ યૌન પ્રકૃતિનો એક અજીબોગરીબ મામલો છે. એક્‍સ-રેથી જાણવા મળ્‍યું કે, રેક્‍ટમ અને કોલન મળવાની જગ્‍યા પર ૮ ઈંચ લાંબો એક ડંબલ ફસાયેલો છે. સર્જનોએ ઉપકરણોની મદદથી ડંબલને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પણ તે નીકળી શક્‍યો નહીં. તેથી ડોક્‍ટરે હાથ નાખી ડંબલને બહાર કાઢવાનો નિર્ણય લીધો.

ઈન્‍ટરનેશનલ જર્નલ ઓફ સર્જરી કેસ રિપોર્ટમાં ડોક્‍ટરે લખ્‍યું છે કે ડંબલને બહાર કાઢવો ખૂબ જ અઘરું કામ હતું પણ તેમને તેમાં સફળતા મળી અને ત્રણ દિવસ બાદ શખ્‍સને હોસ્‍પિટલમાંથી રજા મળી ગઈ. ડોક્‍ટરે કહ્યું કે, આ પ્રકારના મોટા ભાગના કિસ્‍સામાં દર્દી ૨૦થી ૪૦ વર્ષના હોય છે. પ્રાઈવેટ પાર્ટમાં વસ્‍તુઓ ફસાવવાનું સૌથી મોટું કારણ યૌન સંતુષ્ટિ માનવામાં આવે છે.

ડોક્‍ટરે કહ્યું કે, આ પ્રકારના વારંવાર નિષ્‍ફળ પ્રયાસો બાદ મોટા ભાગના દર્દીને હોસ્‍પિટલમાં દાખલ થવું પડે છે. જો કે લોકોને લાંબા સમય સુધી ચાલતી સમસ્‍યાનો સામનો નથી કરવો પડતો. પણ ઘણી વાર કેસમાં ગંભીર આંતરિક ઈજા પણ થઈ શકે છે. રોયલ કોલેજ ઓફ સર્જન્‍સના રિપોર્ટ્‍સ અનુસાર, બ્રિટનની એક હોસ્‍પિટલમાં ૨૦૧૦થી ૨૦૧૯ની વચ્‍ચે ૩૫૦૦ વસ્‍તુઓને બહાર કાઢી, જેમાં ટૂથ બ્રશ, મૂર્તિઓ અને ઈંડા જેવી વસ્‍તુઓ સામેલ છે.

(10:32 AM IST)