<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ᅠᅠભારે કરી! જુગારની લતના કારણે આ મહિલા કપડાં બદલે તેમ પતિ બદલતી, ૧૪ યુવકો સાથે લગ્ન કર્યાઃ બધાને ખંખેરી લીધા

લાસ વેગાસમાં લગ્ન સાથે જોડાયેલા સરળ નિયમોનો ભરપૂર ફાયદો ઉઠાવ્‍યો

લાસ વેગાસ તા.૧૦: જરાં, વિચારો કોઈ પણ માણસને તમને ઓનલાઈન મળે, દોસ્‍તી કરવા માગે છે અને પછી લગ્ન કરવાની ઓફર આપે તો.એક સમયે તમે તેના વિશ્વાસ કરીને લગ્ન કરવા માટે તૈયાર પણ થઈ જાવ. પણ થોડા સમય બાદ ખબર પડે કે તે ખાલી આપના પૈસા માટે પાછળ પડ્‍યો હતો તો, કેવો આંચકો લાગે. અમેરિકાના લાસ વેગાસમાં આવો જ એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ૩૩ વર્ષની એક મહિલાએ કથિત રીતે ૧૪ પુરુષો સાથે લગ્ન કર્યા અને તેમના પાસેથી હજારો ડોલર પડાવી લીધા. કહેવાય છે કે આ મહિલાએ આ બધું પોતાની જુગારની લત પૂરી કરવા માટે કર્યું. હવે કોર્ટે તેને જેલની સજા સંભળાવી છે અને તેણે જેને જેને શિકાર બનાવ્‍યા તેમને પૈસા પરત કરવાનો આદેશ પણ આપ્‍યો છે.

આ મહિલાનું નામ જિયાયિગ ચેન હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, તેણે લાસ વેગાસમાં લગ્ન સાથે જોડાયેલા સરળ નિયમોનો ભરપૂર ફાયદો ઉઠાવ્‍યો. તે ઓનલાઈન પુરુષોને મળતી હતી અને ફટાફટ લગ્ન કરવાની વાત કરતી. લગ્ન બાદ તેમની પાસે પૈસા માગતી રહેતી. ચેન હંમેશા પુરુષોને કહેતી કે ચીનમાં તેમના એક પરિવારને બીમારી છે અને તેના સારવાર અથવા મદદ માટે પૈસાની જરુર છે. તેની વાતો પર વિશ્વાસ કરી સામેવાળો પુરુષ તેને પૈસા આપી દેતો. પણ પૈસા મળ્‍યા બાદ આ મહિલા તેની સાથે કોન્‍ટેક્‍ટ તોડી નાખતી. આવી રીતે કેટલાય લોકોને જાળમાં ફસાઈ તેમની સાથે આર્થિક લાભ લઈ લીધો.

લાસ વેગાસ રિવ્‍યૂ જર્નલના એક રિપોર્ટ અનુસાર, માર્ચ ૨૦૧૯થી મે ૨૦૨૪ની વચ્‍ચે ચેને ક્‍લાર્ક કાઉન્‍ટી મેરેજ લાઈસન્‍સ બ્‍યૂરોમાંથી સાત મેરેજ સર્ટિફિકેટ લીધા હતા. વર્ષ ૨૦૨૪માં તેણે એકથી વધારે લગ્ન કરવા અને ચોરી સહિતના કેટલાય આરોપમાં ધરપકડ થઈ હતી. જો કે બાદમાં તેને મુક્‍ત કરી દેવામાં આવી. જેલમાંથી મુક્‍ત થયા બાદ પણ તેણે કથિત રીતે પોતાની રીત બદલી નહીં. આ વખતે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે વિકી લિયાંગ નામનો ઉફયોગ કર્યો અને સાત અન્‍ય મેરેજ સર્ટિફિકેટ લઈ લીધા. આવી રીતે તેના નામ પર કૂલ ૧૪ લગ્ન થઈ ગયા. આ મામલો સામે આવ્‍યા બાદ તેની ગતિવિધિઓ અને જુગારની લતને લઈ કેટલાય સવાલ ઊભા થવા લાગ્‍યા.

આ મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પુરુષો પાસેથી પૈસા લીધા બાદ ચેને એ પૈસાનો ઉપયોગ કેવી રીતે કર્યો.રિપોર્ટ અનુસાર, છેલ્‍લા એક વર્ષમાં તેણે લાસ વેગાસ સ્‍ટ્રિપ સ્‍થિત વ્‍યાન કેસીનોમાં જુગાર રમતા ૩ લાખ ડોલરથી વધારે ખોઈ નાખ્‍યા. ભારતીય મુદ્રામાં આ રકમ લગભગ ૨.૯ કરોડ રુપિયા જેટલી થાય છે. જુગારની લતના કારણે તેણે ન ફક્‍ત પોતાની આર્થિક સ્‍થિતિને નુકસાન પહોંચાડ્‍યું, પણ કેટલાય લોકોને પોતાનો શિકાર પણ બનાવ્‍યા. હવે આ મામલામાં કોર્ટે કડક વલણ અપનાવ્‍યું છે.

લાસ વેગાસ રિવ્‍યૂ જર્નલ અનુસાર, મંગળવાર એટલે કે, ૬ ઓક્‍ટોબરના રોજ જજે તેને ડિટેંશન સેન્‍ટરમાં એક વર્ષ વિતાવવાનો આદેશ આપ્‍યો. આ સજામાં પહેલાથી ધરપકડમાં વિતાવેલા સમયનો હિસાબ પણ સામેલ થશે. આ ઉપરાંત તેને છેતરેલા લોકોને ૨.૮ લાખ ડોલરથી વધારે એટલે કે, ૨.૭ કરોડ રુપિયા પરત કરવા પડશે. સુનાવણી દરમ્‍યાન જજે કહ્યું કે, સજાનો ઉદ્દેશ્‍ય ચેનને તેની જુગારની લતના ગંભીર પરિણામો સમજાવવા અને તેને ભવિષ્‍યમાં બીજા લોકોને શિકાર બનાવતા રોકવાનો છે. તેમણે એવું પણ કહ્યું કે, ચેનને એ સમજવું જોઈએ કે, જો તે ફરી વાર આવું કરશે તો તેને ૨૦ વર્ષ સુધીની જેલની સજા થશે. આ મામલે ફરી એક વાર દેખાડી દીધું છે કે, કોઈના પર વિશ્વાસ કરતા પહેલા સતર્ક રહેવું કેટલું જરુરી છે. ઓનલાઈન દોસ્‍તી અથવા લગ્નના પ્રસ્‍તાવ બાદ જો કોઈ અચાનક પૈસાની માગ કરવા લાગે તો ખાસ કરીને બીમારી અથવા કોઈ ઈમરજન્‍સી સ્‍થિતિનો હવાસો આપીને તો તેની વાતોની પુષ્ટિ કરવી જરુરી છે.

(9:53 AM IST)