<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

મિડલ ઈસ્ટમાં શાંતિની આશા? ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ૧૦ દિવસના સીઝફાયર (યુદ્ધવિરામ) ની જાહેરાત

ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી લાવી રંગ: વોશિંગ્ટનમાં નેતન્યાહુ અને લેબનોનના રાષ્ટ્રપતિ વચ્ચે સમજૂતી: ગત રાતથી જ તોપો શાંત પડી

નવી દિલ્હી: છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં આખરે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વની ભૂમિકા બાદ ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ૧૦ દિવસના યુદ્ધવિરામ પર સહમતી સધાઈ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ અને લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન આ તુર્ત જ અમલમાં આવતા સીઝફાયર માટે તૈયાર થયા છે.
આ સમજૂતી બાદ ગત રાતથી જ સરહદો પર ગુંજતા બોમ્બ ધડાકા શાંત થયા છે. જોકે, આ ૧૦ દિવસ દરમિયાન બંને દેશો શાંતિ માટે કાયમી ઉકેલ શોધશે. આ બાજુ બેરૂતમાં સીઝફાયરની જાહેરાત થતા જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. જોકે, ઇઝરાયેલે ચેતવણી આપી છે કે જો લેબનોન તરફથી કોઈ પણ ઉશ્કેરણી થશે તો તેઓ ફરીથી વળતો પ્રહાર કરવા તૈયાર છે.

 

(5:36 PM IST)