તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
મિડલ ઈસ્ટમાં ભયાનક સંગ્રામ, નેતન્યાહૂની અમેરિકાને ખુલ્લી ચેલેન્જ: સીઝફાયરના આદેશો વચ્ચે ઇઝરાયેલનો લેબેનૉન પર પ્રચંડ હુમલો: એક જ દિવસમાં ૩૦થી વધુ સખત એરસ્ટ્રાઇક
ટ્રમ્પના કડક આદેશને નેતન્યાહૂએ બતાવ્યો ઠેંગો: યુદ્ધવિરામના લીરેલીરા ઉડ્યા: બેરૂત સહિતના વિસ્તારો બોમ્બમારાથી ધણધણી ઊઠ્યા: મહાસત્તા અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ડિપ્લોમેટિક મોરચે ભારે ખળભળાટ

નવી દિલ્હી: ગ્લોબલ જીઓપોલિટિક્સના મંચ પરથી એક અત્યંત સનસનાટીપૂર્ણ અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જેમાં ઇઝરાયેલે અમેરિકાના દબાણ અને સીઝફાયરના કડક આદેશોને બિલકુલ ફગાવી દઈને લેબેનૉન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો ઠોકી દીધો છે. મળતી પાકી વિગતો મુજબ, અમેરિકા દ્વારા મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે યુદ્ધવિરામનો કડક આદેશ આપવામાં આવ્યો હોવા છતાં, ઇઝરાયેલી સબળ દળોએ લેબેનૉન પર માત્ર ૨૪ કલાકની અંદર એકસાથે ૩૦થી વધુ ભયાનક હવાઈ હુમલા કરીને આખા દેશને લોહીલુહાણ કરી નાખ્યો છે!
સોમવારે અમેરિકાના પ્રમુખે દાવો કર્યો હતો કે તેમણે બેરૂત પર થનારા ઈઝરાયલી હુમલાને રોક્યા છે. તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને હિઝબુલ્લાહના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી અને બંને પક્ષોએ "તમામ પ્રકારનો ગોળીબાર બંધ કરવા" પર સહમતિ સાધી હતી.
અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર લેબેનૉન પર ઈઝરાયલના હુમલાથી અમેરિકા ભડક્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારની ટેલિફોનિક વાતચીતમાં નેતન્યાહૂને 'પાગલ' સહિતના અપશબ્દો કહ્યા હતા અને હુમલા રોકવા આદેશ આપ્યો હતો. જોકે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે સ્પષ્ટ કર્યું છે કે, જો ઈઝરાયલના શહેરો પર હુમલા ચાલુ રહેશે, તો અમે બેરૂત પર હુમલા કરીશું.પરંતુ, મંગળવારે લેબેનૉનની સ્ટેટ નેશનલ ન્યૂઝ એજન્સીએ દક્ષિણ લેબેનૉનમાં 30 ઈઝરાયલી હુમલાઓ થયા હોવાનો અહેવાલ આપ્યો હતો. સિદોન શહેર નજીક એક ભયાનક હુમલામાં એક જ પરિવારના બે બાળકો અને એક મહિલા સહિત 6 લોકોના મોત થયા હતા. ઈઝરાયલની સેનાએ નાબતિયેહ શહેર માટે ખાલી કરવાની ચેતવણી જાહેર કરી છે. ઈઝરાયલની સેનાએ આ હુમલાઓ માટે "હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન"ને જવાબદાર ઠેરવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે તેઓ યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યા છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
