તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 25th July 2026
હોર્મુઝની સમુદ્રધુનીમાં ઇરાન અને અમેરિકા વચ્ચે ભયાનક લશ્કરી અથડામણ: હુમલામાં ૪ લોકોના મોત: ૧૦ થી વધુ ઘાયલ
વૈશ્વિક તેલ પુરવઠાના મુખ્ય માર્ગ પર લશ્કરી તણાવ ચરમસીમાએ: સૈન્ય કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાની આશંકા

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સમુદ્રધુની (Strait of Hormuz) ખાતે ઇરાન અને અમેરિકી દળો વચ્ચે થયેલા સામસામેના હુમલા અને ગોળીબારમાં ૪ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે; મળતી વિગતો અનુસાર, આ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા અને પેટ્રોલિંગને મુદ્દે બંને દેશોના સૈન્ય સામસામે આવી ગયા હતા, જેના પરિણામે મિસાઈલ અને ડ્રોન હુમલા તેમજ તીવ્ર શેલિંગની ઘટના બની હતી; આ ભીષણ હુમલામાં કેટલાક સૈન્ય જહાજો અને તટીય વિસ્તારોને નુકસાન પહોંચ્યું છે; ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે; વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના પરિવહન માટે રક્ત વાહિની સમાન હોર્મુઝ ક્ષેત્રમાં યુદ્ધ જેવા એંધાણ સર્જાતાં આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને યુએન (સંયુક્ત રાષ્ટ્ર) સહિતના દેશો દ્વારા બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.
હોર્મુઝ ખાડી પર કન્ટ્રોલ મેળવવા માટે હવે અમેરિકા અને ઇરાન વચ્ચે સામસામે આ હુમલા થવા લાગ્યા છે. ઇરાનના મીડિયાના જણાવ્યા મુજબ અમેરિકા દ્વારા હુમલા કરવામાં આવ્યા જેમાં ચાર લોકો માર્યા ગયા છે જ્યારે દસ લોકો ઘાયલ થયા છે. જવાબી કાર્યવાહીમાં ઇરાન પોતાના પાડોશી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર હુમલા કરી રહ્યું છે. હાલ ઇરાક, બેહરીન, ગલ્ફ દેશોમાં પણ હુમલા થઇ રહ્યા છે. ઇરાન સમર્થીત હુથી જુથે કહ્યું હતું કે રેડ સીમાં તેમણે સાઉદીના બે ઓઇલ ટેન્કરોને ટાર્ગેટ કર્યા છે. ઇરાનના હુમલા વચ્ચે ઇરાકના વડાપ્રધાન અલી અલ ઝૈદી તહેરાન પહોંચ્યા હતા અને શાંતિની અપીલ કરી હતી. બીજી તરફ અમેરિકાએ પણ ઉત્તર ઇરાનમાં નેવીના મથક પર હુમલો કર્યો છે. ઇરાનના કેશમ ટાપુ પર પણ રાતભર હુમલા થતા રહ્યા. આ જગ્યાએ ઇરાનની નેવીના હથિયારો સહિતના સાધનો મુકવામાં આવે છે. અમેરિકા આ હુમલા કરીને ઇરાનની યુદ્ધ ક્ષમતાને નબળી પાડવા પ્રયાસો કરી રહ્યું છે. જોકે આ હુમલાનો ભોગ નાગરિકો પણ બની રહ્યા છે. જેમ કે તાજેતરમાં અમેરિકાએ કનુર નદી પાસે અહવાઝમાં મિસાઇલ હુમલો કર્યો હતો જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘવાયા હતા અન્ય એક હુમલામાં પણ પાંચ લોકો ઘાયલ થયા હતા.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
