News of Tuesday, 21st July 2026
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભયાનક એંધાણ: ઈરાનમાં સતત ૧૦મા દિવસે અમેરિકાના આક્રમક હવાઈ હુમલા: ક્રૂડ ઓઈલ ૮૮ ડોલરને પાર
અમેરિકી વાયુસેના દ્વારા ઈરાનના વ્યૂહાત્મક અને સૈન્ય મથકો પર બોમ્બમારો: વૈશ્વિક ઊર્જા બજારમાં હાહાકાર: ઈંધણના ભાવ ભડકે બળવાની ભીતિથી તમામ દેશોની ચિંતા વધી

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ અત્યંત ગંભીર મોડ પર પહોંચી ગઈ છે, જ્યાં યુએસ એરફોર્સ દ્વારા ઈરાનના જુદા જુદા સૈન્ય અને વ્યૂહાત્મક સ્થળો પર સતત ૧૦મા દિવસે પણ ભીષણ એરસ્ટ્રાઈક ચાલુ રાખવામાં આવી છે; આ વિધ્વંસક હુમલાઓના કારણે ઈરાનના અનેક મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે, બીજી તરફ આ યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના પુરવઠા પર માઠા અસરો પડવાની દહેશતે વૈશ્વિક બજારમાં કચવાટ ઊભો કર્યો છે અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૮૮ ડોલરની સપાટી વટાવી ગઈ છે, નિષ્ણાતોના મતે જો આ સંઘર્ષ લાંબો ખેંચાશે તો વિશ્વભરમાં મોંઘવારીનો નવો વિસ્ફોટ થઈ શકે છે, હાલ તંગદિલી પૂર્ણ સ્થિતિને પગલે યુનાઈટેડ નેશન્સ સહિત વિશ્વના દેશોની નજર આ વિસ્તાર પર મંડાયેલી છે.
બીજી તરફ ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકન હુમલામાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે અને 517 લોકો ઘાયલ થયા છે, જ્યારે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 17 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, 'આ હુમલાઓનો મુખ્ય હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજો પર હુમલો કરવા માટે વપરાતી ઈરાની સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરવાનો છે. અમેરિકન હવાઈ હુમલામાં ઈરાની મિલિટ્રી કમાન્ડ સેન્ટર્સ, એર ડિફેન્સ, કોસ્ટલ સર્વેલન્સ સાઇટ્સ, મિસાઇલ અને ડ્રોન લોન્ચ સાઇટ્સ તેમજ કમ્યુનિકેશન નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા છે.'ઈરાની સરકારી ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, તબરીઝ શહેર અને બંદર ઈમામ ખોમેની, સિરિક, જસ્ક, કોનારાક અને ચાબહાર જેવા દરિયાકાંઠાના વિસ્તારો પર મોટા પ્રમાણમાં બોમ્બમારો કરવામાં આવ્યો છે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
