<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

અમેરિકામાં ટ્રમ્‍પ અને તેના ઇમિગ્રેશન વિભાગવાળા ઇમિગ્રન્‍ટ પાછળ જે રીતે પડી ગયા છે જેના કારણે હજારો કુટુંબોએ જુદાં પડવાનો સમય આવ્‍યો છે

પસ્‍તુત તસ્‍વીરમાં પોતાના કુટુંબ સાથે દેખાતા માર્વિન સુઆઝોએ ટ્રમ્‍પની નીતિઓના કારણે સેલ્‍ફ ડિપોર્ટેશન કરવુ પડયુ હોત, જો તેણે તેમ ન કર્યુ હોત તો તેને તેના કુટુંબ સાથે તેના વતન હોન્‍ડુરાસ મોકલી દેવાયો હતો. હોન્‍ડુરાસનો આ વતની અમેરિકા આવ્‍યો અને તેણે પોતાની કંપની બનાવી, ધરખમ કમાણી કરી. તેની પત્‍ની અને પુત્રીને અમેરિકન નાગરિક પણ બનાવી દીધા, પરંતુ કમાણી કરવાની લ્‍હાયમાં તે પોતાને અમેરિકન નાગરિક બનાવવાથી રહી ગયો, તેને હતું કે હું તો ગમે તેમ કરીને અમેરિકન નાગરિક બની જ જઈશ, પત્‍ની અને પુત્રીને વહેલા બનાવુ. આજે તેનો તે નિર્ણય ભૂલભરેલો સાબિત થયો છે અને ટ્રમ્‍પે ઈમિગ્રેશન સામે કરેલી આકરી કાર્યવાહીના કારણે તેણે હવે કાયમ માટે તેની પત્‍ની અને સંતાનોથી દૂર થવાનો દિવસ આવ્‍યો છે.

(11:09 AM IST)