તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
અવિશ્વસનીય અને અકલ્પનીય વિજ્ઞાનનો ભયાનક ધડાકો: ડૂબ્યા વગર નદીના પાણી પર સટાક દઈને દોડી બાઈક: એકસાથે ૪૦ કિલોમીટરનું અંતર કાપીને સર્જાયો ચકચાર મચાવતો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
છલકાતી નદીના મોજાં પર બાઈકનો ફુલ સ્પીડે સનસનાટીભર્યો કરતબ જોઈને જોનારા વિદેશી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વિશ્વના ઓટોમોબાઈલ અને સાહસિક સ્ટંટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ જાય તેવો એક અત્યંત સનસનાટીભર્યો, રોમાંચક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ સામે આવ્યો છે! અત્યાર સુધી માત્ર પાકા ડામરના રસ્તાઓ કે જમીન પર જ દોડતી બાઈકને હવે એન્જિનિયરિંગના અદ્ભુત કીમિયાથી સીધી વહેતી નદીના પાણી પર દોડાવવામાં આવી છે! એક સાહસિક બાઈક રાઈડરે પોતાની મોડીફાઈડ સ્પેશિયલ બાઈક વડે ધમધમતી નદીના પાણી પર એક-બે નહીં પરંતુ સીધું ૪૦ કિલોમીટરનું મસમોટું અંતર કાપીને સમગ્ર માનવજાતને સ્તબ્ધ કરી દેતો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
આ રેકોર્ડ ચીનના હુનાન પ્રાંતમાં બનાવવામાં આવ્યો હતો. ઝાંગ ઝૂએ પોતાની ખાસ રીતે મોડિફાઇડ કરેલી બાઇકને નદીની સપાટી પર ચલાવીને 40 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. આ અંતર પૂરું કરવા માટે તેમણે નદી પર અનેક ચક્કર લગાવ્યા હતા. પાણી પર બાઇક ચલાવવાનો વિચાર ઝાંગને વર્ષ 2009માં આવ્યો હતો. જોકે, શરૂઆતના પ્રયાસમાં તેઓ ચાર વખત પાણીમાં બાઇક તરાવી શક્યા નહોતા. ત્યાર બાદ 20 મીટર જેટલું અંતર જ કાપી શક્યા હતા. ત્યારબાદ સતત પ્રયોગો અને સુધારાઓ દ્વારા તેમણે આ ટેક્નિક વિકસાવી હતી. આખરે 17 વર્ષ બાદ તેમનું સપનું સાકાર થયું. આ બાઇકની ખાસિયત એ છે કે, તે પહેલાં જમીન પર ઝડપ પકડે છે અને ત્યારબાદ એ જ ગતિના આધારે પાણીની સપાટી પર આગળ સરકે છે.
આ બાઇક ખાસ ગિનેસ વર્લ્ડ રેકોર્ડના પ્રયાસ માટે તૈયાર કરવામાં આવી હતી. કંપનીએ તેને રોજિંદા ઉપયોગ માટેની વ્યાવસાયિક બાઇક તરીકે રજૂ કરી નથી. તેથી આ ટેક્નિકને સામાન્ય રસ્તા પર ચાલતી બાઇકની જેમ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
